લેટરકાંડ અને ભાજપ સામે ભાજપની લડાઈથી છેલ્લા કેટલાક સમયથી રાજકીય ચર્ચાનું કેન્દ્ર બનેલા અમરેલી જિલ્લાનીચાર નગર પાલિકા લાઠી, ચલાલા, રાજુલા અને જાફરાબાદની સામાન્ય ચૂંટણી તેમજ અમરેલી પાલીકાની બે, સાવરકુંડલાની એક, દામનગરની બે વોર્ડની બેઠકો મળી કુલ પાંચ બેઠકો તેમજ મીઠાપુરના ડુંગરી તાલુકા પંચાયતની એક બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી જેનું આજે પરિણામ જાહેર થતા સ્થાનિક ચૂંટણીમાં રાજકીય મુદ્દાઓને અવગણી જનતાએ વ્યકિત વિશેષની સાથે ભાજપનું કમળ પસદં કરતા ચારેય પાલિકામાં ભાજપનો સ્પષ્ટ્ર બહત્પમતી સાથે વિજય થયો છે, ચલાલા, રાજુલા અને જાફરાબાદની તમામ બેઠકો ભાજપએ કબ્જે કરી કલીન સ્વિપ કરી છે. જાફરાબાદની ૨૮માંથી ૧૬ બેઠક બિનહરીફ જાહેર થઇ હતી. જયારે લાઠીમાં કુલ છ વોર્ડની ૨૪ બેઠકમાં ભાજપને ૧૮, કોંગ્રેસને ૫ અને એક અપક્ષને બેઠક મળી છે.
લાઠી નગરપાલિકા માટે ૬૧.૩૮ ટકા મતદાન થયું હતું. યારે જાફરાબાદ નગરપાલિકા માટે ૬૮.૯૬ ટકા મતદાન થયું હતું. તો બીજી તરફ રાજુલા નગરપાલિકા માટે ૫૫.૪૦ ટકા અને ચલાલા નગરપાલિકા માટે ૫૮.૧૧ ટકા મતદાન થયું હતું. એકંદરે ૭૫,૫૪૯ મતદારોમાંથી ૪૬,૩૧૦ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા ચારેય પાલિકામાં ૫૯.૭૨ ટકા સરેરાશ મતદાન થયું હતું. જયારે ત્રણ પાલિકાની પાંચ બેઠકો પર ૩૭.૨૦ ટકા અને તાલુકા પંચાયતની સીટ પર ૪૧.૩૯ ટકા સરેરાશ મતદાન થયું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMજામનગરમાં લગ્નની સિઝનમાં તસ્કરો બન્યા બેફામ
February 22, 2025 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech