રાજકોટ : દરેક વોર્ડમાં ભાજપની પેનલ આગળ: કોંગ્રેસના ઉમેદવારો મત ગણતરી સ્થળ મૂકી રવાના

  • February 23, 2021 12:57 PM 

રાજકોટમાં ભાજપની પેનલ દરેક વોર્ડમાં આગળ ચાલી રહી છે. જ્યારે 24 બેઠક ની મત ગણતરી પૂર્ણ થઈ ચુકી છે.  અત્યાર સુધીમાં વોર્ડ નંબર  1, 4, 7, 10, 16, 13 માં ભાજપની પેનલની જીત થઈ ચુકી છે. અહીં કોંગ્રેસનો દેખાવ કંગાળ રહ્યો હતો. આ સાથે જ પ્રથમ રાઉન્ડમાં 6 વોર્ડની તમામ 24 બેઠકમાં ભાજપનો વિજય થયો હોવાની સત્તાવાર જાહેરાત પણ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ કરી દીધી હતી. વિવિધ વોર્ડમાં ભાજપની પેનલની જંગી બહુમતી સાથે જીત થતાં કાર્યકરો દ્વારા ઉજવણી પણ શરુ કરી દેવામાં આવી હતી. આ છ વોર્ડમાં વોર્ડ નંબર 1, 4, 7, 10, 13 અને 16નો સમાવેશ થાય છે. 
 

  • વોર્ડ નં.૯ની મત ગણતરીનો બીજો રાઉન્ડ શરૂ, ભાજપની પેનલ ૫૦૦૦ મતથી આગળ: 'આપ' સેકન્ડ લાર્જેસ્ટ, કોંગ્રેસ ત્રીજા ક્રમે
     
  • વોર્ડ નં.૯માં મત ગણતરીના પ્રથમ રાઉન્ડના અંતે ભાજપના પુષ્કર પટેલ, જીતુ કાટોળીયા, દક્ષાબેન વસાણી, આશા ઉપાધ્યાયની પેનલ ૨૦૦૦થી વધુ મતથી આગળ
     
  • વૉર્ડ નં.૮માં ભાજપના ઉમેદવાર અશ્વિન પાંભરને ૧૬૭૫૨, ડો.દર્શના પંડ્યાને ૧૫૭૪૨, પ્રીતિ દોશીને ૧૪૪૬૪ મત, બિપિન બેરાને ૧૪૩૩૮ મત: વિરાણી હાઈસ્કૂલથી વિજય સરઘસ
     
  • રાજકોટ વોર્ડ નંબર 1માં  5 રાઉન્ડ પૂર્ણ:ચારેય બેઠક પર ભાજપ આગળ : અલ્પેશ મોરજરીયા 16814, દુર્ગાબા જાડેજા 14968 , ભાનુબેન બાબરીયા  14840, અને હિરેન ખીમાંણીયા ને મળ્યા 15193 મત, કુલ નોટા 509
     
  • વોર્ડ નંબર 11માં ભાજપની પેનલ આગળ: કોંગ્રેસના ઉમેદવારો મત ગણતરી સ્થળ મૂકી રવાના
     
  • વોર્ડ નંબર 1 ભાજપ પેનલની જીત

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS