BREAKING NEWS

રાજકોટ સહિત રાયમાં ભાજપ યોજશે ૬૦૦થી વધુ પ્રશિક્ષણ વર્ગ

  • June 02, 2026 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા સહિત રાયમાં તાલુકા અને જિલ્લા પંચાયતોની તેમજ નગરો તથા મહાનગરોની ચૂંટણીના કારણે મુલત્વી રખાયેલ ભાજપના પ્રશિક્ષણ વર્ગેા યોજવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ચાલુ મહિનાના ત્રીજા સાહમાં રાજયભરમાં ૬૦૦ જેટલા અભ્યાસ વર્ગ યોજાશે જેમાં અપેક્ષિત કાર્યકર્તાઓને પાર્ટીના નેતાઓ અને નિષ્ણાતો દ્રારા માર્ગદર્શન અપાશે. ભાજપ દ્રારા કાર્યકર્તાઓના ઘડતર માટે નિયમિત રીતે અભ્યાસ વર્ગેા યોજાય છે. એ ક્રમ મુજબ આ આયોજન થયું છે. દરેક તાલુકા અને મહાનગરોમાં વોર્ડ વાઇઝ અપેક્ષિત કાર્યકર્તાઓને બે દિવસ અને એક રાત્રિ માટે બોલાવી પ્રશિક્ષણ આપવામાં આવશે. રાજયમાં ૨૧ જૂન આસપાસ ૬૦૦ જગ્યાએ આવા વર્ગેા થશે જેમાં પાર્ટીનો ઇતિહાસ, વર્તમાન, સંઘર્ષ, સરકારની કામગીરી, સંગઠનના હોદ્દેદારો અને ઇન્ટેફોર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયેલા કાર્યકર્તાઓની ભુમિકા અંગે માર્ગદર્શન અપાશે. દરેક વર્ગમાં સરેરાશ ૧૦૦થી વધુ કાર્યકર્તાઓ ભાગ લ્યે તેવો અંદાજ છે. જેના આયોજન માટે આવતીકાલે તા.૩ જૂનના રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠક યોજાશે. ત્યારબાદ પ્રશિક્ષણ આપનારા આગેવાનો માટે ઝોનવાઇઝ બેઠકો થશે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભવ્ય વિજય મળ્યો હોવાથી પ્રશિક્ષણ વર્ગમાં જોડાવા માટે કાર્યકર્તાઓમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે. પ્રશિક્ષણ વર્ગ સંદર્ભે બુધવારે સવારે ૧૧ કલાકથી પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ કાર્યશાળા યોજાશે.પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં ભાજપના રાષ્ટ્ર્રીય સંગઠન મંત્રી શિવપ્રકાશ, પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર ઉપરાંત સંયોજક કે.સી.પટેલ પણ હાજર રહી જરી માર્ગદર્શન આપશે.
તદઉપરાંત આ બેઠકમાં રાજયના તમામ જિલ્લા અને મહાનગરોનાં પ્રમુખ તથા પ્રભારીઓ ઉપરાંત જે તે શહેર અને મહાનગરનાં પ્રશિક્ષણ વર્ગ માટે નિયુકત કરાયેલા સંયોજક અને સહસંયોજક પણ હાજરી આપશે આ બેઠકમાં રાજયના તમામ મંડળોમાં કયારથી પ્રશિક્ષણ વર્ગ યોજવા તે અંગે નિર્ણય લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લે ૨૦૨૧માં યોજાયેલા પ્રશિક્ષણ વર્ગ હવે ૨૦૨૬માં યોજવા જઇ રહ્યા છે. અલબત્ત પ્રશિક્ષણ વર્ગેા માટેની તૈયારીઓ તો ખુબ વ્હેલી કરી લેવાઇ હતી પરંતુ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓના કારણે પ્રશિક્ષણ વર્ગ મુલત્વી રાખવામાં આવ્યા હતા જે હવે યોજાવા જઇ રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application