વિધાનસભાની આઠેય બેઠક જીતવા ભાજપની રણનીતિ તૈયાર

  • June 29, 2020 06:21 PM 349 views

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ગાંધીનગરમાં કમલમ ખાતે તૈયારીઓ શરૂ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિધાનસભાની આઠ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાનાર છે. તેમાં મંત્રીમંડળના સભ્યો તેમજ સંગઠની વ્યક્તિને સમાવીને આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે દરેક બેઠક દીઠ બે ઈન્ચાર્જ નિમવામાં આવ્યા છે. જે આવતા દિવસોમાં તેમની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેશે. આ તમામ બેઠક પર વિજય મેળવવાની દિશામાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.


ભાજપની કૌર કમિટીની બેઠક સમયસર રજુ થઈ હતી વંદેમાતરમના ગાન અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મળેલી આજની બેઠકમાં આવનાર દરેક વ્યક્તિના ટેમ્પરેચર લેવામાં આવ્યું હતું. સેનિટાઈઝન અને માસ્ક સાથે શરૂ થયેલી બેઠકના અંતે પ્રદેશના પ્રવકતા ભરત પંડયાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતું.


જેમાં આજની બેઠક દરમિયાન લેવામાં આવેલા તમામ નિર્ણયો અંગેની જાણકારી આપી હતી. દરેક બેઠક દીઠ બે વ્યક્તિને ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા છે જેમાં એક મંત્રી અને એક સંગઠનના નેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે હાલની ગણતરી મુજબ સપ્ટેમ્બરની મધ્યમાં ચૂંટણી યોજાશે તેવી ગણતરી સાથે તૈયારી શરૂ કરવામાં આવી છે.


જેમાં અબડાસામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કે.સી.પટેલ, લીંબડીમાં આર.સી.ફળદુ અને નીતિન ભારદ્વાજ, કરજણમાં પ્રદિપસિંહ જાડેજા અને શબ્દસરણ બ્રહ્મભટ્ટ, ડાંગમાં ગણપતસિંહ વસાવા અને પૂર્વેશ ગાંધી, કપરાડા માટે ઈશ્ર્વર પટેલ અને ભરતસિંહ પરમાર, મોરબીમાં સૌરભ પટેલ અને આઈ.કે.જાડેજા, ગઢડામાં કુંવરજી બાવળિયા અને ગોરધન ઝડફિયા, તો ધારીમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ધનસુખ ભંડરીને જવાબદારી સોંપવામાં આવી છે.આ બેઠકમાં પેટા ચૂંટણીને લઈને તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. આ બેઠકમાં એકમાત્ર એજન્ડા વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારીઓ અને જવાબદારી નક્કી કરવા સિવાયનો કોઈજ નથી તેવું ભરત પંડયાએ સ્પષ્ટપણે જણાવી દીધું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application