મધ્યપ્રદેશ પેટાચૂંટણી અંગે ભાજપ રાજ્ય ચૂંટણી સમિતિની બેઠક, આ નામો પર થઇ ચર્ચા

  • October 15, 2024 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યપ્રદેશમાં પેટાચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ભાજપે તારીખોની જાહેરાત પહેલા જ બુધની અને વિજયપુર વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ની ચૂંટણી સમિતિએ ગઈકાલે પેટાચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે ભોપાલમાં બેઠક યોજી હતી.


મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કોંગ્રેસના ધારાસભ્ય રામનિવાસ રાવતના રાજીનામા બાદ સિહોર જિલ્લાની બુધની બેઠક અને શ્યોપુર જિલ્લાની વિજયપુર બેઠક ખાલી પડી છે. શિવરાજ સિંહ ચૌહાણ કેન્દ્રીય કૃષિ મંત્રી છે, જ્યારે રામનિવાસ રાવત ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા અને તેમને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી બનાવવામાં આવ્યા છે.


આ નામો પર થઈ ચર્ચા


સમિતિએ વિજયપુર બેઠક માટે રાવતના નામને મંજૂરી આપી હતી, જ્યારે બુધની બેઠક માટે ભૂતપૂર્વ સાંસદ રમાકાંત ભાર્ગવ, રઘુનાથ સિંહ ભાટી, રવિ માલવિયા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચૌહાણના પુત્ર કાર્તિકેયના નામ પર વિચારણા કરવામાં આવી હતી  એમ ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું.


તેમણે કહ્યું કે નામ લગભગ ફાઈનલ થઈ ગયા છે અને તેમને પાર્ટીની સેન્ટ્રલ ઈલેક્શન કમિટીને મોકલવામાં આવશે.  જે તેમના પર નિર્ણય લેશે. મુખ્યમંત્રી મોહન યાદવ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્મા, પાર્ટીના રાજ્ય સંગઠન મહાસચિવ હિતાનંદ શર્મા, નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવરા અને ભાજપ સંસદીય બોર્ડના સભ્ય સત્યનારાયણ જાટિયાએ બેઠકમાં હાજરી આપી હતી.


કાર્તિકેય સિંહ ચૌહાણને ચૂંટણી લડવાની માંગ


શિવરાજ સિંહ ચૌહાણના પુત્ર કાર્તિકેય સિંહ ચૌહાણ ચૂંટણી લડશે તેવી પણ ચર્ચા છે. કહેવામાં આવી રહ્યું છે કે બુધની વિધાનસભાના વિભાગીય અધ્યક્ષોએ કાર્તિકેય સિંહ ચૌહાણને ચૂંટણી લડવાની માંગ કરી છે. જોકે શિવરાજ સિંહ ચૌહાણે પહેલેથી જ કહ્યું છે કે ઉમેદવારોના નામ પર પાર્ટી નેતૃત્વ નિર્ણય લેશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application