ચૂંટણીમાં 21 વર્ષના ઇલાબેન બાંભવા સહિતના ચારેય ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટાઇ આવ્યા: ધ્રોલમાં ફરીથી કેસરીયો લહેરાયો
ધ્રોલ નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નં. 7 ના ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું નિધન થતાં મુલત્વી રાખવામાં આવી હતી અને તા. 16 માર્ચે મતદાન થયું હતું, જેમાં 81.66 ટકા મતદાન નોંધાયું હતું અને આજે ધ્રોલ પ્રાંત કચેરી ખાતે મત ગણતરી થઇ હતી, જેમાં વોર્ડ નં. 7 ના ભાજપના ચારે ચાર ઉમેદવારનો પેનલ સાથે વિજય થયો હતો જયારે કોંગ્રેસના ઉમેદવારોને ઓછા મત મળ્યા હતાં. ચૂંટાયેલા ચારેય ઉમેદવારોનું વિજય સરઘસ પણ મુખ્ય બજારમાં નિકળ્યું હતું.
ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ મતદાન હતું, એ પહેલા પ્રાચાર દરમ્યાન કોંગ્રેસના ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું નિધન થતાં વોર્ડ નં. 7 ની ચૂંટણી મુલત્વી રાખવામાં આવી હતી અને નિધન થયેલા ઉમેદવારની જગ્યાએ નવા ઉમેદવારની વરણી થઇ હતી, જેમાં અંકીતાબા જયેન્દ્રસિંહ ઝાલા ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતાં, ગત તા.16 માર્ચ ધ્રોલ નગરપાલીકાની વોર્ડ નં.7ની ચૂંટણી યોજાઇ હતી જેમાં જંગી 81.66 ટકા મતદાર નોંધાયું હતું, આજે ધ્રોલ પ્રાંત કચેરી ખાતે સવારે 8 વાગ્યે મત ગણતરી શ થઇ હતી જેમાં ભાજપના ઉમેદવાર ઇલાબેન બાંભવાને 1613, વલ્લભભાઇ મોહનભાઇ પરમાર 1361, શાંતુબા સહદેવસિંહ જાડેજા 1366, ઇલાબેન લખમણભાઇ બાંભવા 1613 મત મેળવીને ચૂંટાઇ આવ્યા હતાં.
અગાઉ યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 24 બેઠકોમાંથી 15, કોંગ્રેસને 8, 1 અપક્ષને ગઇ હતી, જયારે વોર્ડ નં.7ની ચૂંટણી યોજાતા પેનલની તમામ ચારેય બેઠકો ભાજપે મેળવીને કેસરીયો લહેરાવ્યો છે, આમ હવે ધ્રોલ નગરપાલીકામાં ભાજપ 19 બેઠક સાથે પ્રથમ સ્થાને સ્પષ્ટ બહુમતી મેળવીને રહ્યું છે. આજે સવારે યોજાયેલી મત ગણતરીમાં એસડીએમ અને મામલતદાર હાજર રહ્યા હતાં અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, ખાસ કરીને ભાજપની ઇલાબેન બાંભવા નામની 21 વર્ષની ઉમેદવાર હતી તે હાઇએસ્ટ મત સાથે ચૂંટાઇ આવી હતી. એક-બે દિવસમાં જ પ્રમુખ-ઉપપ્રમુખની અને કારોબારી સમિતિના ચેરમેનની ચૂંટણી થશે જેમાં ભાજપ પાલર્મિેન્ટ્રી બોર્ડ કયાં ઉમેદવાર ઉપર કળશ ઢોળશે તેના પર સૌની નજર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech