રાજકોટ મહાપાલિકાની ચૂંટણી લડવા ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટો છે. આજે બપોરે સુધીમાં છ વોર્ડની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી જેમાં કુલ ૩૨૫ જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી રજૂ કરી હતી, લચં બ્રેક બાદ લગભગ ૮૦ જેટલા દાવેદારો આવ્યા હતા આમ આજની સેન્સ પ્રક્રિયામાં કુલ ૪૦૦થી વધુ દાવેદારોએ પક્ષનું નિયત ફોર્મ ભરીને પોતાની દાવેદારી રજૂ કરી હતી. ધારાસભ્ય ભાનુબેન બાબરિયા અને ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહએ હવે મહાપાલિકાની ચૂંટણી લડવા પ્રદેશ નિરીક્ષકો સમક્ષ અનિચ્છા વ્યકત કરી હતી.
રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે સવારે ૯ કલાકે સેન્સ પ્રક્રિયા શ થઇ હતી જેમાં વોર્ડ નં.૧માં ૬૪, વોર્ડ નં.૨માં ૬૧, વોર્ડ નં.૪માં ૫૨, વોર્ડ નં.૫માં ૪૨, વોર્ડ નં.૭માં સૌથી વધુ ૭૨, વોર્ડ નં.૧૩માં ૩૪ કાર્યકર્તાઓ અને આગેવાનો એ દાવેદારી રજૂ કરી હતી. પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષના પૂર્વ દંડક મનિષભાઇ રાડિયા તેમજ નેહલભાઇ શુકલ સહિતના મોટાભાગના પૂર્વ કોર્પેારેટરોએ દાવેદારી રજૂ કરી હતી.
યારે આજે બપોરે બે થી ચાર વાગ્યા દરમિયાન વોર્ડ નં.૩, ૬, ૮, ૧૪, ૧૫ અને ૧૭ સહિતના વોર્ડના દાવેદારોની સેન્સ લેવામાં આવશે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઇ દવેએ જણાવ્યું હતું કે, આવતીકાલે તા.૨ એપ્રિલના રોજ પણ સેન્સ પ્રક્રિયા ચાલુ રહેશે. આવતીકાલે વોર્ડ નં.૯, ૧૦, ૧૧, ૧૨, ૧૬ અને ૧૮ની સેન્સ લેવાશે