ચંદીગઢમાં ભાજપનો નવો ખેલ આપના ત્રણ કોર્પેારેટર તોડયા

  • February 19, 2024 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ગેરરીતિની નોંધ સુપ્રીમ કોર્ટે લીધી અને તેને લોકશાહીની હત્યા ગણાવી એ પછી નવેસરથી ચૂંટણી થાય એવી સંભાવનાને પગલે ભાજપે ખેલ પડી નાખ્યો છે. આપના ત્રણ કોર્પેારેટરને ભાજપે તોડી લીધા છે અને હવે નંબર ગેમ ભાજપની તરફેણમાં આવી ગઈ છે. હવે ભાજપ પાસે ૧૮ સભ્યોનું સંખ્યાબળ છે, કોંગ્રેસ અને આપ સાથે મળીને ૧૭ સભ્યો થાય છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગેરરીતીનો આરોપ લગાવી સુપ્રીમ કોર્ટનું શરણ લીધું હતું. બંને પક્ષોએ ભાજપ સામે છેતરપિંડી કરીને ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે આજે ફરી સુનાવણી થવાની છે. સુનાવણી પહેલા ચંદીગઢના નવ ચૂંટાયેલા મેયર મનોજ સોનકરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.


આ સૌની વચ્ચે આપના ત્રણ કાઉન્સિલરો નેહા મુસાવત, ગુરચરણ કાલા અને પૂનમ દેવીના પક્ષપલટાથી ચંદીગઢ મેયરની ચૂંટણીનો આખો ખેલ બદલાઈ ગયો છે. આમ આદમીના ત્રણેય કાઉન્સિલરો રવિવારે ભાજપમાં જોડાયા હતા. ભાજપના રાષ્ટ્ર્રીય મહાસચિવ વિનોદ તાવડે અનેપૂર્વ પ્રદેશ અધ્યક્ષ અણ સૂદે તેમનું પાર્ટીમાં સ્વાગત કયુ અને કહ્યું કે કાઉન્સિલરોને સંપૂર્ણ સન્માન મળશે અને તેમને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવશે.


આપના ત્રણ કાઉન્સિલરોના આગમન સાથે હવે ભાજપના કાઉન્સિલરોની સંખ્યા વધીને ૧૭ થઈ ગઈ છે, યારે તેમની પાસે ચંદીગઢના ભાજપી સાંસદ કિરણ ખૈરનો વોટ પણ છે. આ ઉપરાંત તાજેતરમાં યોજાયેલી મેયરની ચૂંટણી દરમિયાન શિરોમણી અકાલી દળના એકમાત્ર કાઉન્સિલરે પણ ભાજપને સમર્થન આપ્યું હતું. એટલે કે ભાજપ પાસે હવે કુલ ૧૯ મત છે અને તે સંખ્યાની ધ્ષ્ટ્રિએ સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.


ત્રણ કાઉન્સિલરોના પક્ષપલટા બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મતોની સંખ્યા ૨૦થી ઘટીને ૧૭ થઈ ગઈ છે. જેમાં કોંગ્રેસના ૭ અને આપના ૧૦ કાઉન્સિલરોનો સમાવેશ થાય છે. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પેારેશનમાં કુલ ૩૫ કાઉન્સિલર છે, યારે એક સાંસદ તરીકેના વોટથી ૩૬ વોટ થઈ જાય છે. આ રીતે બહત્પમતનો આંકડો ૧૯ પર પહોંચી ગયો છે, યારે ભાજપને ૨૦ મતો મળ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application