ભાજપમાં સંગઠનાત્મક બદલાવ જાણો કોને મળ્યા પદ અને નવી જવાબદારી

  • January 01, 2021 09:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે તેની સંગઠનાત્મક નિયુક્તિમાં બદલાવ કર્યો છે. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એ વી સતીશને દિલ્હીના સંગઠક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે સુદાનસિંહને ચંડીગઢના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ચંડીગઢ ઉપરાંત તેમને હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશની પણ જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે શિવપ્રકાશને ભોપાલના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બનાવવામાં આવ્યા છે. ભોપાલ ઉપરાંત શિવપ્રકાશને વિશેષ છતીસગઢ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને પશ્ચિમબંગાળની જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ત્રણેયની નિયુક્તિ તત્કાલ પ્રભાવથી જ લાગુ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS