BREAKING NEWS

મોરબીમાં પૈસાના મામલે ભાજપ નેતાએ સિરામિક ગ્રુપના સંચાલકના હાથ ભાંગ્યા

  • March 31, 2026 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં પિયા ૨૫ લાખની ઉઘરાણી મામલે મેટ્રો સિરામિક ગ્રુપના સંચાલકને ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં બોલાવી જિલ્લ ા પંચાયતના પૂર્વ ચેરમેને ધોકા વાળી કરી જીવલેણ હત્પમલો કયાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ આ ગુન્હામાં જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન અજય લોરિયાની ધરપકડ કરી છે.મેટ્રો સિરામિક ગ્રુપના સંચાલકને ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં બોલાવી જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેને ધોકા વાળી કરી જીવલેણ હત્પમલો કયાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ આ ગુન્હામાં જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન અજય લોરિયાની ધરપકડ કરી હતી.મોરબીના એવન્યુ પાર્કમાં રહેતા મેટ્રો સિરામિક ગ્રુપના ઉધોગપતિ શેખરભાઈ રતીલાલભાઈ આદ્રોજા ઉ.૪૬એ આરોપી જિલ્લ ા પંચાયતના પૂર્વ ચેરમેન અજય મનસુખભાઇ ઉર્ફે પોપટભાઈ લોરીયા રહે.એવન્યુ પાર્ક મોરબી વાળા વિદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કયુ હતું કે, ફરિયાદી શેખરભાઈને આરોપી અજય લોરીયા પાસેથી લાંબા સમયથી .૨૫ લાખ લેવાના નીકળતા હોય આરોપી અજય પૈસા આપવામાં બહાના બતાવતા હતા.જેમાં ગઈકાલે પૈસા પરત આપવા વાયદો કર્યેા હતો પરંતુ પૈસા ન આપતા શેખરભાઈએ રાત્રીના ફોન કરતા અજય લોરીયાએ શેખરભાઈને સરદારબાગ પાસે આવેલ ભારત ટ્રાન્સપોર્ટના ગોડાઉને બોલાવ્યા હતા. દરમિયાન ફરિયાદી શેખરભાઈ તેમના મિત્ર જયેશભાઇ ઉર્ફે મુન્નાભાઈ વનજીભાઈ પાડલીયાને લઈ ઇનોવા કારમાં સરદાર બાગ સામે ટ્રાન્સપોર્ટના ગોડાઉનના ડેલામાં જતા અગાઉથી ત્યાં હાજર રહેલા અજય લોરીયા અને અન્ય એક અજાણ્યા શખ્સે પોતાની મર્સીડિઝ કારમાંથી ધોકો કાઢી ધોકા વડે ફરિયાદી શેખરભાઈ અને સાહેદ જયેશભાઇ પર હત્પમલો કરી શેખરભાઈના બંને હાથમાં ફ્રેકચર કરી નાખ્યું હતું યારે જયેશભાઇના માથામાં ધોકાના બે ઘા મારી દેતા બન્નેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હાલ સીટી એ ડિવિઝન પોલીસે અજય લોરીયા અને અન્ય એક અજાણ્યા વિદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શ કરી છે. આ અંગે મોરબી ડીવાયએસપી જે.એમ. આલ દ્રારા વિગતો આપતા જણાવ્યું હતું કે આ ગુન્હામાં અજય લોરિયાની તત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી છે. તેમજ હત્પમલામાં વપરાયેલા ધોકા સહિતના હથિયાર અને એક મર્સિડીઝ કાર પણ કબ્જે લઈ વધુ તપાસ કરવામાં આવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News