સૌથી વધુ દ્વારકામાં 155 અને સૌથી ઓછા સલાયામાં 28 બેઠક માટે માત્ર 28 દાવેદાર: જામજોધપુરમાં 98, કાલાવડમાં 97, ધ્રોલમાં 113, ભાણવડમાં 85 દાવેદારો: એક માત્ર સલાયામાં ભાજપને ઉમેદવારો શોધવા મુશ્કેલ: પાંચ ન.પા.માં કોંગીને માથા શોધવા મોટી ચેલેન્જ: આ વખતે ‘આપ’ના કારણે ત્રિપાંખીયો જંગ થવાની સંભાવના
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓના કારણે તાલુકા અને ગ્રામ્ય કક્ષાનું રાજકારણ ગરમ બન્યું છે, રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો માટેની પ્રક્રિયા શ કરાઇ છે, જામનગર જિલ્લાની 3 અને દ્વારકા જિલ્લાની 3 થઇને હાલારની 6 નગરપાલિકા માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી અને તેમાં અપેક્ષા મુજબ દાવેદારોનો રીતસરનો રાફડો ફાટયો છે અને 6 ન.પા.ની કુલ 164 બેઠક માટે 576 દાવેદારો મેદાનમાં આવ્યા છે, વાસ્તવમાં 164 ચહેરા જ ચૂંટણી લડી શકશે, આમ છતાં ભાજપનો ચડતો સુરજ હોવાથી બાંયો ચડાવીને અનેક ચહેરા ચૂંટણી લડવા ઇચ્છા દશર્વિી રહ્યા છે.
કેન્દ્રમાં ભાજપનું શાસન, ગુજરાતમાં ભાજપનું રાજ, મોટાભાગની પંચાયતો પર ભાજપનો કબ્જો, મહાનગરપાલિકાઓ ભાજપના હાથમાં ટુંકમાં સત્તાની દ્રષ્ટિએ રાજયમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીની બોલબાલા છે એટલે વહેતી ગંગામાં હાથ ધોવા માટે રાજકારણીઓ આતુર છે અને આ વખતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં પણ ભાજપ માટે ઉમેદવારોનું સિલેકશન ચેલેન્જપ બને એવું સેન્સ પ્રક્રિયા બાદ સ્પષ્ટ રીતે દેખાય છે.
જામનગર જિલ્લાની ત્રણ નગરપાલીકા જામજોધપુર, કાલાવડ અને ધ્રોલ માટે સેન્સ લેવા ત્રણ નીરીક્ષકોની ટીમ આવી હતી જેમાં દિલીપભાઇ પટેલ, વિભાવરીબેન દવે, પ્રશાંતભાઇ કોરાટનો સમાવેશ છે, આ ત્રણ નિરીક્ષકો દ્વારા તબકકાવાર ત્રણ ન.પા.માં સેન્સ લેવામાં આવી હતી.
જામજોધપુરના સાત વોર્ડની 28 બેઠક માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 98 દાવેદારોએ ચૂંટણી લડવાની ઇચ્છા દશર્વિી હોવાનું સામે આવ્યું છે, હાલમાં આ ન.પા. ભાજપ પાસે છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ પુરી તાકાત સાથે ન.પા. ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકયું હોવાથી અહીં કાંટે કી ટકકર જેવો ત્રિ-પાંખીયો જંગ નિશ્ર્ચિત દેખાય છે.
કાલાવડ ભાજપ પાસે હતી, આ વખતેની ચૂંટણીમાં 7 વોર્ડની 28 બેઠક માટે 97 દાવેદારો મેદાનમાં ઉતયર્િ છે, મુળજીભાઇ ઘયડાના નિવાસ સ્થાને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઇ હતી, અત્રે નોંધનીય છે કે, 28 વર્ષ પહેલા કે જયારે ન.પા.ની રચના થઇ ત્યારબાદથી અહીં એક માત્ર ભાજપ પક્ષનું જ શાસન રહ્યું છે અને કોંગ્રેસ એક પણ વખત આવી નથી.
ધ્રોલના 7 વોર્ડની 28 બેઠક માટે ભાજપના કાયર્લિય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા સંપન્ન થઇ હતી અને અહીં પણ અપેક્ષા મુજબ ઉમેદવારો મોટી સંખ્યામાં આવ્યા હતાં, 89 લોકોએ ચૂંટણી જંગ ખેલવાની ઇચ્છા દશર્વિી છે, ગત વખતે અહીં ભાજપની જીત થઇ હતી અને મુદત પૂર્ણ થઇ ગયા બાદ વહીવટદારનું શાસન હતું.
હાલારની તમામ 6 ન.પા.માં ભાજપમાં સૌથી વધુ દાવેદારો દ્વારકા માટે આવ્યા છે, નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠક માટે અહીં 155 દાવેદારોએ ધડાધડ ફોર્મ ભરીને ચૂંટણી લડવાની ઇચ્છા દશર્વિી છે.
દ્વારકા જિલ્લાની 3 નગરપાલિકાઓ માટે પ્રકાશભાઇ સોની, ભાનુભાઇ મહેતા, વંદનાબેન મકવાણા તા.28ના રોજ બપોરે 3 કલાકે સેન્સ લેવા આવ્યા હતાં અને દ્વારકા માટે સનાતન સેવા મંડળ ખાતે સેન્સ મેળવવામાં આવી હતી, આ ન.પા.માં ગત વખતે ભાજપનું શાસન હતું.
ભાણવડમાં 6 વોર્ડની 24 બેઠકો માટે સેન્સ મેળવવામાં આવી હતી, મંત્રી મુળુભાઇ બેરાના નિવાસ સ્થાન અને પાંજરાપોળ ગૌ શાળા ખાતે ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવી હતી, જેમાં 85 દાવેદારોએ ચૂંટણી લડવાની તૈયારી દશર્વિી છે, ગત વખતે અહીં કોંગીની જીત થઇ હતી, આ વખતે શૂં થશે ? તે જોવાનું રહ્યું.
સલાયાના 7 વોર્ડની 28 બેઠક માટેની સેન્સ પ્રક્રિયા ભાજપ દ્વારા ખંભાળીયામાં કમલમ કાયર્લિય ખાતે લેવામાં આવી હતી, પરંતુ અહીં ચિત્ર થોડુ ઉલ્ટુ હતું, ભાજપને ઉમેદવારો શોધવા વધુ તકલીફ નહીં પડે, કારણ કે 28 બેઠક માટે 28 દાવેદારો જ સામે આવ્યા છે અને અંતરંગ વર્તુળો તો એવું કહી રહ્યા છે કે, વાસ્તવમાં ભાજપ માટે અહીં તમામ બેઠક માટે પુરતા ઉમેદવારો મળવા મુશ્કેલ છે, કારણ કે આ ન.પા. કોંગીના ગઢ તરીકે માનવામાં આવે છે.
સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇને નિરીક્ષકો રવાના થઇ ગયા છે, હવે હાલારની આ તમામ 6 ન.પા.ની 164 બેઠકો માટે આવેલા થોકબંધ દાવેદારોમાંથી ઉમેદવારીની પસંદગીની પ્રક્રિયા ભાજપ માટે શીરદર્દ સમાન બની રહેશે, કારણ કે વધુ દાવેદારો હોવાથી અસંતોષ ઉઠવાની ભીતિ સ્વભાવિક રીતે રહે છે અને જો આમ થાય તો ચૂંટણીમાં ભાજપને અસંતોષનો એ સતાવી શકે છે.
અગાઉ આજકાલ દ્વારા એ બાબત પ્રસિઘ્ધ કરાઇ ચૂકી છે કે, આ વખતેની ન.પા.ની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ત્રીજા પરીબળ તરીકે મજબુતીથી સામે આવે એવી શકયતા છે, જો કોંગી સાથે ગઢબંધન ન થાય અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ અલગથી લડવાની ઉપરથી જાહેરાત થઇ જાશે તો આમ આદમી પાર્ટી જામનગર જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં ચૂંટણીનો મુકાબલો કરશે, કારણ કે જામજોધપુરના આપના ધારાસભ્ય હેમત ખવા અગાઉ એ બાબત સ્પષ્ટ કરી ચૂકયા છે કે, કોઇ ફેરફાર ન થાય તો આમ આદમી પાર્ટી પુરી તાકાત સાથે નગરપાલિકાઓની ચૂંટણીઓ લડશે.
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ રાજકીય પક્ષો માટે તાલુકા અને ગ્રામ્ય કક્ષાના રાજકારણ પર પકકડ જમાવાના અેંગલથી અત્યંત મહત્વની માનવામાં આવે છે, ભલે બહારથી ચૂંટણીની ગરમી એટલે દેખાતી ન હોય પરંતુ અંદર ખાને ભાજપ, કોંગી અને આમ આદમી પાર્ટીમાં તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે, હવે જોવાનું એ છે કે, ભાજપ જયારે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરે એ પછી કેટલો અસંતોષ સામે આવે છે અને કેટલા લોકો વંડી ઠેકીને બીજા પક્ષમાં જાય છે ?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાર્જિનને પ્રોટેકટ કરવા ભારતની મોટી બેંકોએ સેવિંગ એકાઉન્ટ પર વ્યાજ દર ઘટાડી નાખ્યા
April 19, 2025 11:38 AMકંપની અમારી સાથે ભેદભાવ કરે છેઃ યુએસમાં ટીસીએસના અમેરિકન કર્મીઓનો આક્ષેપ
April 19, 2025 11:36 AMરેલવે ઉતારૂ-ગ્રાહકોની ફરિયાદોના નિરાકરણમાં રાજકોટ પ્રથમ નંબરે
April 19, 2025 11:35 AMભારતના તેવર જોઈ શ્રીલંકાએ પાક.ને નૌકાદળ કવાયતની ના પાડી દીધી
April 19, 2025 11:31 AMભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં સતત છઠ્ઠા અઠવાડિયે 10.872 બિલિયન ડોલરનો વધારો
April 19, 2025 11:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech