જૂનાગઢ મનપામાં ભાજપની હેટ્રિક

  • February 18, 2025 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની ૫૨ બેઠક માટે આજે કૃષિ એન્જિનિયરિંગ કોલેજ ખાતે મત ગણતરી યોજાઈ હતી. જેમાં શાંતિપૂર્ણ મતગણતરી સંપન્ન થઈ હતી. જાહેર થયેલા પરિણામમાં ભાજપને ૪૦ કોંગ્રેસને ૧૧ અને અપક્ષને એક બેઠક મળી હતી. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ એ પહેલેથી જ વોર્ડ નંબર ૩,૧૪ બે વોર્ડમાં બિનહરીફ થઈ લીડ મેળવી હતી. જોકે ગત ૨૦૧૯ મહાનગરપાલિકાની ચૂંટણી કરતા આ વર્ષે કોંગ્રેસની ૧૦ સીટમાં વધારો થયો છે. આજે જાહેર થયેલા પરિણામ બાદ વિજેતા ઉમેદવારોએ શહેરના વિકાસનો કોલ આપ્યો હતો. કોંગ્રેસે શહેરના વિકાસ માટે લડત માટે હંમેશા ખડે પગે રહેશે તેમ જણાવ્યું હતું.
આજે જાહેર થયેલ પરિણામમાં સૌથી મોટો અપસેટ વોર્ડ નંબર ૯ માં ભાજપના ઉમેદવાર પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર પાર્થ કોટેચાનો અપક્ષ ઉમેદવાર અશ્વિનભાઈ ભારાઈ સામે પરાજય થયો હતો. તો આ ઉપરાંત વોર્ડ નંબર ૧૧ મા કોંગ્રેસના પ્રમુખ મનોજભાઈ જોશીનો પરાજય થયો હતો.
૨૦૧૯ ની ચૂંટણીમાં ભાજપને ૫૫ બેઠક મળી હતી ત્યારે ચાર એનસીપીને અને એક કોંગ્રેસને મળી હતી ત્યારે આ વખતે કોંગ્રેસની ૧૦ બેઠકમાં વધારો થયો છે.

જિલ્લાની છ નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ, છ માંથી પાંચમા ભાજપ
જુનાગઢ જિલ્લાની છ નગરપાલિકાની આજે મતગણતરી યોજાઈ હતી જેમાં છમાંથી પાંચમા ભાજપના ઉમેદવારો વિજેતા થયા હતા યારે માંગરોળ માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઈ  થઈ હતી. ચોરવાડ નગરપાલિકા સાંસદ અને ધારાસભ્ય વચ્ચેના હાઈ વોલ્ટેજ જંગમાં ભાજપનો વિજય થયો હતો અને સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા નો વોર્ડ નંબર ત્રણમાં પરાજય થયો હતો. છ નગરપાલિકાના જાહેર થયેલ પરિણામમાં આજે માંગરોળ નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ બંનેને ૧૫–૧૫ બેઠક મળી છે. ચોરવાડ નગરપાલિકા માં ભાજપને૨૦ કોંગ્રેસને માત્ર ચાર, માણાવદર નગરપાલિકામાં ભાજપને ૨૬ કોંગ્રેસને માત્ર બે, વિસાવદર નગરપાલિકામાં ભાજપને ૨૧, કોંગ્રેસને ત્રણ, વંથલી નગરપાલિકામાં ભાજપને ૨૦ અને કોંગ્રેસને ચાર, બાંટવા નગરપાલિકામાં તમામ ૨૪ બેઠક ભાજપને મળી છે. વિપક્ષ ના સુપડા સાફ થયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application