ખંભાળિયા નગરપાલિકાના વાહન મારફતે શહેરમાં ભાજપના ઝંડા લગાવાયા!!

  • July 09, 2021 10:51 AM 

ચીફ ઓફિસર દ્વારા ખુલાસો મંગાયો

    ખંભાળિયા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના જુદા-જુદા વિસ્તારોમાં ઝંડાઓ લગાવવા માટે નગરપાલિકાના વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની બાબતે ભારે ચકચાર જગાવી છે.

    આ સમગ્ર ચકચારી પ્રકરણમાં જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા શહેરમાં ગઈકાલે ભાજપના કારોબારી બેઠક હોય, પાર્ટીના કાર્યકરો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પક્ષના ઝંડા લગાવવામાં આવી રહ્યા હતા. આ માટે ખંભાળિયા નગરપાલિકાના ઈલેક્ટ્રીક વિભાગના એક વાહનનો ઉપયોગ કરવામાં આવતો હોવા બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. નગરપાલિકાના આ વાહનમાં પાલિકાના કર્મચારીઓનો પણ સહકાર લેવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું છે.

   આ મુદ્દે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા નોટીસ આપી, ખુલાસો માગવામાં પણ આવ્યું હોવાનું જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે અને વિપક્ષના નામે ખાસ કાંઈ અસ્તિત્વ નથી. આ વચ્ચે ભાજપના ઝંડા લગાવવા માટે નગરપાલિકાના કર્મચારીઓ તથા વાહનો ઉપયોગ થયાની વહેતી થયેલી બાબત ટોક ઓફ ટાઉન બની રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS