જૂના જલારામ મંદિરની ભાજપના પ્રતિનિધિ મંડળે લીધી મુલાકાત

  • May 16, 2025 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના જુના જલારામમંદિરની મુલાકાતે આવેલા ભાજપના આગેવાનોએ બાપાની આરતીમાં ભાગ લીધો હતો.
પોરબંદર શહેરના જનસામાન્ય માટે અન્નસેવા  તેમજ આરોગ્ય સેવા જેવા વિવિધ સેવાકાર્યોમાં સદા અગ્રેસર અને જ્યા પરમપૂજ્ય શ્રી જલારામબાપાની  ‘અન્નસેવા એ જ પ્રભુ સેવા’ની ભાવનાને અનુસરી જ્યાં લગાતાર ભૂખ્યાજનોની જઠરાગ્નિ ઠારવા માટે અન્નક્ષેત્રની જ્યોત પ્રજ્વળી રહી છે. તેમજ અશકત લોકો માટે ટિફિન સેવા પણ ચાલુ છે એવા પોરબંદર શહેર મધ્યે શીતલાચોક વિસ્તારમંા આશરે પાંસઠ વર્ષથી પ્રતિષ્ઠિત તથા શ્રી જલારામ સેવા મંડળ, પોરબંદર દ્વારા સંચાલિત એવા સેવાના પરમધામ સમુ મુખ્ય જલારામ મંદિર હવે એક તીર્થસ્થાન બની ચૂકયુ છે. જ્યાં અવારનવાર છેવાડાના વ્યક્તિથી લઇ અને શહેરના અનેક સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, વિવિધ સંસ્થાના હોદ્ેદારો, વિવિધ જ્ઞાતિના આગેવાનો, ભકતજનો તેમજ પ્રબુધ્ધ વ્યક્તિઓ સમયાંતરે આ મંદિરની મુલાકાત લઇ પૂજ્ય જલારામબાપાના દર્શન કરી કૃતાર્થ થાય છે.
ગત એપ્રિલ માસમાં પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલા સામે ભારત સરકાર દ્વારા ચલાવાયેલ ‘ઓપરેશન સિંદુર’ની ભવ્ય સફળતા બાદ પૂજ્ય શ્રી જલારામબાપાના ચરણોમાં વંદન કરવા સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ડીરેકટર એવમ્  પોરબંદર ભાજપ જિલ્લા પ્રભારી પ્રદીપભાઇ ખીમાણી તેમના પત્ની ગીતાબેન,પુત્રવધુ અને પૌત્રી સાથે સપરિવાર મંદિરે આવ્યા હતા. આ અવસરે તેમની સાથે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, શહેર ભાજપ  પ્રમુખ સાગરભાઇ મોદી પણ આવ્યા હતા. આ મહેમાનોને આવકારવા માટે શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ ડો. અનિલભાઇ દેવાણી, સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી તેમજ જિલ્લા નાગરિક સહકારી બેન્કના સી.ઇ.ઓ. ભાવિકભાઇ દેવાણી તેમજ ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ પોરબંદરના સ્થાપક પ્રમુખ તેમજ મંદિરના ટ્રસ્ટી અનિલભાઇ કારીયા ઉપસ્થિત રહ્યા હતા. મંદિરે આવેલા આ સહુ મહેમાનોએ સહુ પ્રથમ જલારામ બાપાની આરતી ઉતારી ભાવવંદના કરી હતી અને ત્યારબાદ સર્વે ભારતીયોના સ્વાસ્થ્ય અને સલામતી માટે તેમજ ભારતીય સેનાના જાંબાઝ  જવાનો અને અધિકારીઓને પૂજ્ય જલારામબાપાના આશીર્વાદનું સુરક્ષાકવચ મળે તે માટે અંત:કરણથી પ્રાર્થના કરી હતી.મહેમાનોને સંસ્થાનો પરિચય આપતા ડો. અનિલભાઇ દેવાણીએ જણાવ્યુ હતુ કે નિરંતર સેવાને વરેલી આ સંસ્થાના ઉપક્રમે અવારનવાર ગરીબ દર્દીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તેમજ સમયાંતરે ગોઠવવામાં આવતા નેત્રયજ્ઞ કેમ્પમાં  આંખના ર્દીઓને સારવાર તથા જ‚રીયાતમંદ લોકોને મોતિયાનું ઓપરેશન પણ તદ્ન નિ:શુલ્ક કરી આપવામાં આવે છે. વળી પોરબંદર શહેર તેમજ આસપાસના વિસ્તારના  આર્થિક રીતે નબળા લોકો પોતાની રોજીંદી જિંદગીમાં આવતી બીમારીઓમાં સારવારના અભાવે મુશ્કેલીમાં ન મુકાય એવા ઉમદા આશયથી જ‚રિયાતમંદ દર્દીઓના લાભાર્થે કાયમ માટે અઠવાડિયામાં પાંચ દિવસ (સોમવારથી શુક્રવાર સુધી) એક નિ:શુલ્ક દવાખાનુ પણ ચલાવાઇ રહ્યુ છે.
સહુ મહેમાનોએ સંસ્થાના આ સેવાકાર્યોની ભરપૂર પ્રશંસા કરી હતી. ડો. અનિલભાઇ દેવાણીએ સહુ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application