ધડાધડ નોટિસો, આડેધડ ડિમોલિશન સામે ભાજપના કોર્પેારેટરોમાં ભડકો

  • May 30, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ તેમજ ડીમોલિશનના પાવર અપાયા બાદ સિટી ઇજનેરો સહિતનાઓ દ્રારા શહેરમાં ગેરકાયદે બાંધકામો મામલે ધડાધડ નોટિસો ફટકારીને આડેધડ ડિમોલિશન શ કરવામાં આવ્યા હોય આ મામલે આજે ખુદ શાસક પક્ષ ભાજપના કોર્પેારેટરોમાંથી વિરોધનો સુર ઉઠો હતો. છ મહિનામાં રાજકોટ મહાપાલિકાની ચૂંટણી યોજનાર છે ત્યારે ચૂંટણી ટાણે મત લેવા અમારે કોર્પેારેટરોને જવાનું છે કે ટીપી બ્રાન્ચના ઇજનેરોએ જવાનું છે ? તેવા સવાલ પણ ભાજપના કોર્પેારેટરોએ મેયર ચેમ્બરમાં અધિકારીઓ સાથે બધં બારણે મળેલી મિટિંગમાં ઉઠાવ્યા હતા.
સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ પૂર્ણ થયા બાદ તુરતં જ મેયર ચેમ્બરમાં બધં બારણે પદાધિકારીઓ, ડેપ્યુટી કમિશનરો, સીટી ઇજનેરો, કોર્પેારેટરો વિગેરેની બેઠક મળી હતી જેમાં ભાજપના કોર્પેારેટર દિલીપ લુણાગરિયા, ભાવેશ દેથરીયા સાથે તો જેમને નોટિસો ફટકારાઈ છે તેવા ઉપલા કાંઠાના લોકો પણ કચેરીએ દોડી આવ્યા હતા. ઇસ્ટ ઝોનમાં અનેકને નોટિસ આપી હોય દેકારો બોલ્યો હતો. માર્જિનમાં સામાન્ય થોડું ઘણું વધારાનું બાંધકામ અથવા તો રહેણાંક મકાનમાં એકાદ મ જેવું વધારાનું બાંધકામ હોય ત્યાં નોટિસ ફટકારવામાં આવે છે અને ડિમોલિશન કરવામાં આવે છે બીજી બાજુ ટીપી સ્કીમના અનેક રોડ, શહેરના ૪૮ રાજમાર્ગેા ઉપર બેફામ દબાણો અને ગેરકાયદે બાંધકામો જોવા મળે છે તે દૂર કરવા કોઈ કાર્યવાહી કરાતી નથી તેવો સુર કોર્પેારેટરોમાંથી ઉઠતા અધિકારીઓ અને ઇજનેરો અવાચક બની ગયા હતા. કોઠારીયા રોડ ઉપર ભટકાયેલી નોટિસો અને ડિમોલિશન અંગે કોર્પેારેટર નરેન્દ્ર ડવએ પણ આક્રમક રજૂઆતો કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આજે સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ પૂર્વે મળેલી પાર્ટી સંકલનની મીટીંગમાં પણ શહેરમાં આડેધડ ફટકારાતી નોટિસો અને ટીપી બ્રાન્ચની ઈચ્છા મુજબ થતા છૂટા છવાયા ડિમોલિશન સામે અમુક કોર્પેારેટરોએ સવાલો ઉઠાવી નારાજગી વ્યકત કરી હતી.
મેયર ચેમ્બરમાં દોઢેક કલાક સુધી ઉપરોકત મામલે બધં બારણે મીટીંગ ચાલી હતી જેના અંતે મેયરે એવી ખાતરી આપી હતી કે તેઓ આ મામલે મ્યુનિસિપલ કમિશનર સાથે વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરશે અને યોગ્ય કાર્યવાહી થાય તે માટે આદેશ કરશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application