રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧૨ મવડી વિસ્તારમાં આગામી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો ત્રિપાંખિયો જગં ખેલાશે તેવા એંધાણ હાલથી જ વર્તાઇ રહ્યા છે. પાટીદાર વિસ્તાર મવડીમાં આમ આદમી પાર્ટીની પ્રભાવક ઉપસ્થિતિ અને મવડીમાં છૂપો જનાધાર ધરાવતી કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં છે. ભાજપ આગામી ચૂંટણીમાં નો–રિપિટ થિયરી અપનાવશે તેવી ચર્ચા વચ્ચે આ વોર્ડમાં કુલ ચારમાંથી ત્રણેક ઉમેદવારો બદલાશે તેવી ચર્ચા છે, દરમિયાન અનામતના રોસ્ટર મુજબ આ વોર્ડમાં ઓબીસી પુષ અનામત આવતા પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવ અમુક અંશે સલામત થયા છે પરંતુ તેમણે પણ ટિકિટ માટે લાઇનમાં ઊભા રહીને મેરિટ મુજબ દાવેદારીની પરીક્ષામાંથી તો પસાર થવું જ પડશે. એકંદરે વોર્ડ નં.૧૨ મવડીને છેલ્લા પાંચ વર્ષમાં જે રીતે ભાજપએ અનેક નવી સુવિધાની ભેટ આપી છે તે રીતે ભાજપ નવા ઉમેદવારોની ભેટ પણ આપશે તેવી ચોમેર ચર્ચા છે.
મવડી વોર્ડ નં.૧૨માં ભાજપના ચાર સીટીંગ અને હવે પૂર્વ એવા કોર્પેારેટરોમાં પૂર્વ મેયર ડો.પ્રદીપભાઇ ડવ, મગનભાઇ સોરઠીયા, પ્રજાપતિ મિતલબેન ચેતનભાઈ લાઠીયા અને કડવા પાટીદાર અસ્મિતાબેન મૌલિકભાઇ દેલવાડીયા છે. મગનભાઇ સોરઠીયાને ભાજપના ક્રાઈટેરિયા મુજબની ૬૦ વર્ષની વય મર્યાદા નડી શકે છે. યારે અસ્મિતાબેન દેલવાડિયાના પતિ આમ આદમી પાર્ટીમાં સક્રિય થતા હવે તેમને ટિકિટ મળવાના ચાન્સ નહિવત છે. ઓબીસી પુષ અનામત બેઠક આવતા ઓબીસી મહિલા ઉમેદવાર તરીકે મિતલબેન લાઠીયાને રિપિટ કરાશે કે કેમ ? તે અંગે હજુ જો અને તો જેવી સ્થિતિ છે, કદાચ રીપિટ થાય અને ન પણ થાય ! અલબત્ત પક્ષ ઇચ્છે અને જરિયાત કે ઉપયોગીતા જણાતી હોય તો ઓબીસી મહિલા ઉમેદવાર સામાન્ય મહિલા બેઠક ઉપરથી પણ ચૂંટણી લડાવી શકે છે.
અનામતના રોસ્ટર અનુસાર મવડી વોર્ડ નં.૧૨માં આગામી ચૂંટણીમાં ક્રીઓ માટેની બન્ને બેઠક સામાન્ય મહિલા માટે છે, યારે પુષ માટે ની બે બેઠકમાં એક બેઠક પછાત વર્ગ પુષ અનામત અને એક બેઠક સામાન્ય વર્ગ પુષ અનામત છે. આ વોર્ડની કુલ વસતી ૮૭,૬૨૦ છે. યારે મતદાર યાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રિવિઝન (એસઆઇઆર)ના અંતે વોર્ડમાં કુલ ૫૮,૦૦૧ મતદારો છે જેમાં ૩૦,૨૯૩ પુષ મતદારો અને ૨૭,૭૦૮ ક્રી મતદારો છે.એસઆઇઆર બાદ આ વોર્ડમાં મતદારોની સંખ્યામાં ફકત ૧૦૩૦નો ઘટાડો નોંધાયો છે. ફેબ્રુઆરી–૨૦૨૧માં યોજાયેલી ગત ચૂંટણીમાં વોર્ડ નં.૧૨માં કુલ ૫૯,૦૩૧ મતદારો હતા જેમાંથી ૩૦,૬૮૭ મતદારોએ મતદાન કરતા ૫૧.૯૮ ટકા મતદાન નોંધાયું હતું. ગત ટર્મમાં પણ આ વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જગં ખેલાયો હતો.વોર્ડ નં.૧૨માં મવડી–વાવડી વિસ્તારમાંછેલ્લા પાંચ વર્ષમાં નવું સ્પોટર્સ કોમ્પ્લેકસ કમ ઇન્ડોર સ્ટેડિયમ, નવા પાંચ ગાર્ડન, નવી ચાર પ્રાથમિક શાળાઓ, નવું ફાયર સ્ટેશન, નવું આરોગ્ય કેન્દ્ર, નવી લાઇબ્રેરી, નવી આંગણવાડીઓ, ૧૦૦ ટકા ડામર રોડ નેટવર્ક સહિતની સુવિધાઓ મળી છે, હવે ભાજપ નવા ઉમેદવારોની ભેટ આપશે. વોર્ડ નં.૧૨માંથી ભાજપની ટિકિટ મેળવવા દાવેદારોની લાંબી લાઇન છે. સામાન્ય રીતે પૂર્વ મેયરની ટિકિટ કપાતી હોતી નથી પરંતુ પ્રદીપ ડવ સામે ભાજપમાંથી જ અનેક હરિફો સક્રિય થયા છે.
વોર્ડ નં.૧૨ મવડીમાં ખરાખરીનો ત્રિપાંખિયો જગં ખેલાશે, આ વોર્ડમાં આમ આદમી પાર્ટી ભાજપના આગેવાનોને ખેડવી આપમાં ભેળવી રહ્યું છે તો ભાજપ કોંગ્રેસના બે પૂર્વ કોર્પેારેટર સહિતના આગેવાનોને ભાજપમાં ભેળવીને કોંગ્રેસને નાબૂદ કરવા પ્રયત્નશીલ છે