BREAKING NEWS

બંગાળ ચૂંટણીમાં ભાજપનો મોટો દાવ: RG કર કાંડની પીડિતાની માતાને ટિકિટ આપી; જાણો 19 ઉમેદવારોની યાદી

  • March 25, 2026 10:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ બંગાળની સત્તા મેળવવા માટે ભાજપે પોતાની વ્યૂહરચના તેજ કરી છે. બુધવારે જાહેર કરાયેલી 19 ઉમેદવારોની ત્રીજી યાદી સાથે ભાજપે કુલ 294 બેઠકોમાંથી 275 બેઠકો પર પોતાના પત્તા ખોલી દીધા છે. આ યાદીમાં ઉત્તર 24 પરગણા જિલ્લાની પાનીહાટી બેઠક પરથી આર.જી. કર હોસ્પિટલની દિવંગત ડોક્ટરની માતાને ઉમેદવાર બનાવવાનો નિર્ણય સૌથી મોટો ગણાય રહ્યો છે.


ન્યાયની લડાઈ હવે ચૂંટણીના મેદાનમાં
ઓગસ્ટ 2024માં આર.જી. કર મેડિકલ કોલેજમાં બનેલી લોહિયાળ અને ઘૃણાસ્પદ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. પીડિતાની માતાએ તાજેતરમાં જ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમની આ લડાઈ હવે માત્ર રસ્તા પર જ નહીં, પરંતુ ગૃહમાં જઈને પણ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની છે. પાનીહાટી બેઠક પર તેમનો મુકાબલો તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતા નિર્મલ ઘોષના પુત્ર તીર્થંકર ઘોષ સાથે થશે.








રાજકીય ગણિત અને બાકી બેઠકો

ભાજપે હવે માત્ર 19 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. જયપુર બેઠક પર ભાજપે સ્થાનિક નેતા વિશ્વજીત મહતોને સમર્થન જાહેર કર્યું છે. નિષ્ણાતો માને છે કે આર.જી. કર પીડિતાની માતાને મેદાનમાં ઉતારીને ભાજપે મહિલા સુરક્ષાના મુદ્દાને ચૂંટણીનો મુખ્ય એજન્ડા બનાવી દીધો છે, જે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News