જયારથી ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્ર્રપતિ બન્યા છે, ત્યારથી તેઓ સતત ભંડોળમાં કાપ મૂકવાની જાહેરાત કરી રહ્યા છે. તાજેતરમાં, તેમણે ભારતને આપવામાં આવતી ૨૧ મિલિયન ડોલરની સહાય રકમ પર રોક લગાવી દીધી છે. લોકસભા ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા માટે ભારતને આ રકમ આપવામાં આવી રહી છે. ટ્રમ્પે યારથી આ ફડં પર પ્રતિબંધની જાહેરાત કરી છે, ત્યારથી યુએસએઆઇડી ભારતના ભૂતપૂર્વ ડિરેકટર વીણા રેડ્ડી અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. તેમના પર ભારતમાં મતદાન વધારવા માટે ૨૧ મિલિયન ડોલરનું ભંડોળ એકત્ર કરવાનો આરોપ હતો.
આ આરોપે ત્યારે વેગ પકડો યારે ભાજપના સાંસદ મહેશ જેઠમલાણીએ ભંડોળની તપાસની માંગ કરી અને વીણા રેડ્ડીની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવ્યા. તેમના પછી, રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ ભંડોળ અંગે એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે સંકેત આપ્યો હતો કે આ ભંડોળનો ઉપયોગ લોકસભા ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરવા માટે થઈ શકે છે. ટ્રમ્પે બુધવારે એક રેલીમાં કહ્યું હતું કે મને લાગે છે કે યુએસએઆઇડી ઇચ્છતા હતા કે કોઈ બીજું ચૂંટણી જીતે. આપણે આ વાત ભારત સરકારને જણાવવી પડશે.
વીણા રેડ્ડી આંધ્રપ્રદેશના છે. તેઓ ૫ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ યુએસએઆઇડી ઇન્ડિયામાં જોડાયા. ૧૭ જુલાઈ, ૨૦૨૪ ના રોજ યુએસ પાછા ફરવાની જાહેરાત કરતા પહેલા તેણીએ લગભગ ત્રણ વર્ષ સુધી આ પદ સંભાળ્યું. રેડ્ડીએ ૨૦૨૨ના સ્વતંત્રતા દિવસ પર તેમના દાદા વિશે એક પોસ્ટ પોસ્ટ કરી હતી, જેમાં તેમણે ખુલાસો કર્યેા હતો કે તેમના દાદાએ ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો અને પરિણામે તેમને જેલમાં પણ મોકલવામાં આવ્યા હતા. હત્પં સ્વતંત્રતા માટે લડનારા બહાદુર આત્માઓના વારસાથી પ્રેરિત અને પ્રભાવિત છું.
યુએસએઆઈડીમાં વિદેશ સેવા અધિકારી તરીકે જોડાતા પહેલા, વીણા રેડ્ડી ન્યૂ યોર્ક, લંડન અને લોસ એન્જલસમાં કોર્પેારેટ વકીલ તરીકે કામ કરતા હતા. તેણીએ કોલંબિયા યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાંથી કાયદામાં ડોકટરેટની પદવી મેળવી છે. તેમણે શિકાગો યુનિવર્સિટીમાંથી એમએ અને બીએની ડિગ્રી મેળવી છે.
તેમણે પાકિસ્તાન, મધ્ય એશિયાઈ પ્રજાસત્તાકો અને મધ્ય અમેરિકામાં યુએસએઆઇડી મિશનમાં પણ સેવા આપી છે. રેડ્ડી ન્યૂ યોર્ક અને કેલિફોર્નિયા બાર કાઉન્સિલના સભ્ય પણ છે.
વીણા રેડ્ડીનાં કાર્યકાળમાં ભારતમાં પ્રોજેકટસ માટે યુએસએઆઇડી દ્રારા વિતરિત ભંડોળમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. ૨૦૨૨ માં, યુએસએઆઇડી ભારતમાં પ્રોજેકટસ માટે ૨૨૮ મિલિયન ડોલર (લગભગ . ૧૯૮૨ કરોડ) રકમની ફાળવણી કરાઈ, જે ૨૦૦૧ પછી સૌથી વધુ છે. ૨૦૨૦માં, આ રકમ ૮૩.૨ મિલિયન ડોલર હતી, જે ૨૦૨૧માં વધીને ૯૪.૩ મિલિયન ડોલર થઈ ગઈ. ૨૦૨૨માં, તે ૨૨૮ મિલિયન ડોલર સુધી પહોંચી ગઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech