કોંગ્રેસના રાજ્યસભાના સાંસદનાં વિરોધમાં ભાજપનો દેખાવ

  • December 09, 2023 06:29 PM 

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ પાસેથી કરોડો રૂપિયા ઝડપાયા હતા. જેના વિરોધમાં ભાજપ દ્વારા દેખાવો કરાયા હતા. ભાવનગર શહેર અને જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂ પાસેથી ૨૦૦ કરોડથી વધુ રોકડ રકમ અંગે આક્ષેપ કરાયો છે. દેશના નાગરિકોના પૈસા ભ્રષ્ટાચાર કરી અને લૂંટ ચલાવી છે. જયારે ભાજપની સરકારમાં દેશના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોડીની સરકારમાં લોકોને વિકાસની ગેરંટી મળે છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાએ કરેલ આ ભ્રષ્ટાચારના વિરોધમાં શહેર ભાજપ દ્વારા ઘોઘાગેટ ખાતે અને જિલ્લા ભાજપ દ્વારા ભીડભજન મહાદેવ મંદિર ખાતે પ્લે કાર્ડ અને બેનરો સાથે દેખાવો કરી સુત્રોચાર સાથે વિરોધ કરાયો હતો. આ કાર્યક્રમમાં ભાવનગર પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મહાનગર પાલિકાના મેયર ભરતભાઈ બારડ, ભાજપ શહેર સંગઠનના મહામંત્રી પાર્થ ગોંડલીયા, નરેશ મકવાણા, અલ્પેશ પટેલ સહિતના આગેવાનો, ભાવનગર મહાનગર પાલિકાના પદાધિકારીઓ, નગરસેવકો, વિવિધ સેલ મોરચાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application