રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમભાઈ રૂપાલા વિજેતા જાહેર થયા છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી દ્વારા આજે સાંજે કણકોટ સરકારી એન્જિનિયરિંગ કોલેજના મતગણતરી કેન્દ્ર ખાતે રાજકોટ લોકસભા બેઠકના પરિણામની વિધિવત ઘોષણા કરવામાં આવી હતી. આ સાથે વિજેતા ઉમેદવાર પરશોત્તમભાઈ રૂપાલાને કલેક્ટરએ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીના ૧૨,૬૦,૭૭૮ મતોની આજે ગણતરી કરવામાં આવી હતી. જેમાં ભાજપના પરશોત્તમભાઈ રૂપાલાને ૮,૫૦,૮૪૬ મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીને ૩,૬૮,૯૬૪ મત મળ્યા છે. ઉપરાંત અન્ય ઉમેદવારો ચમનભાઈ સવસાણીને ૧૦૩૫૬, અજાગિયા નીરલભાઈ અમૃતલાલને ૩૬૭૪, જીજ્ઞેશભાઈ મહાજનને ૧૩૨૨, ઝાલા નયન જે.ને ૨૩૨૧, પ્રકાશ ગોવિંદભાઈ સિંધવને ૨૩૫૫, ભાવેશ ઉપેન્દ્રભાઈ આચાર્યને ૨૮૦૬, ભાવેશભાઈ કાંતિલાલ પીપળીયાને ૨૮૪૬ મત મળ્યા છે. જ્યારે નોટામાં ૧૫૨૮૮ મત પડ્યા હતા.
પરિણામની જાહેરાત બાદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ વિજેતા ઉમેદવાર પરશોત્તમભાઈ રૂપાલાને ખાસ ઓબ્ઝર્વર નરહરિસિંઘ બાંગર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછાર તથા એસ. જે. ખાચર, એ.આર.ઓ. વિમલ ચક્રવર્તી, એ.આર.ઓ. સિદ્ધાર્થ ગઢવીની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર એનાયત કર્યું હતું.
આ તકે રાજ્યસભાના સાંસદો રામભાઈ મોકરિયા, કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય ડૉ. દર્શિતાબહેન શાહ, અગ્રણી ડૉ. ભરતભાઈ બોઘરા, મુકેશભાઈ દોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પરશોત્તમભાઈને વિજયના અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech