BREAKING NEWS

આગામી સપ્તાહે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક હોદ્દેદારોની પસંદગી માટે કવાયત હાથ ધરશે

  • April 30, 2026 09:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગાંધીનગર : ગુજરાતમાં તાજે તરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ અભૂતપૂર્વ સફળતા મેળવી છે. ૩૯૩ સંસ્થાઓના જાહેર થયેલા પરિણામોમાં ૩૫૩ સંસ્થાઓ પર ભગવો લહેરાવી ભાજપે ૯૦% જેટલો અત્યંત ઊંચો સ્ટ્રાઈક રેટ હાંસલ કર્યો છે. આ જંગી બહુમતી બાદ હવે આગામી સમાહથી મહાનગરોમાં મેયર, ડેપ્યુટી મેયર અને પાલિકા-પંચાયતોમાં પ્રમુખ જેવા મહત્વના હોદ્દેદારોની પસંદગી માટેની પ્રક્રિયા તેજ કરવામાં આવશે.
ભાજપે રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓમાં બે તૃતીયાંશ બેઠકો સાથે ૧૦૦% વિજય મેળવ્યો છે. તે રીતે, નગરપાલિકાઓમાંથી ૭૬ પર કબજો ८८ કરી ૯૦% સ્ટ્રાઇક રેટ, ૩૪ જિલ્લ । પંચાયતોમાંથી ૩૩ પંચાયતો મેળવી ૯૭% અને ૨૬૦ તાલુકા પંચાયતો પૈકી ૨૨૯ પંચાયતો પર સત્તા હાંસલ કરી ૮૮% નો પ્રભાવશાળી સ્ટ્રાઈક રેટ મેળવ્યો છે.
હાલમાં રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનું મંત્રીમંડળ આગામી ૧ મે ના રોજ સુરત ખાતે યોજાનારા ગુજરાત
સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી તથા દક્ષિણ ગુજરાત રિજનની 'રીજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ'ના આયોજનમાં વ્યસ્ત છે. આ બંને મહત્વના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, જેમાં હોદ્દેદારોના નામો પર આખરી મહોર મારવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ દ્વારા લોકશાહી ઢબે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. નિરીક્ષકો દ્વારા મેળવાયેલા નામો અને સ્થાનિક સંકલનના આગેવાનો સાથેની ચર્ચાના આધારે નામોની યાદી પ્રદેશ ચૂંટણી સમિતિ સમક્ષ મોકલવામાં
આવશે.
મહાનગરોમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને પક્ષના નેતા. પાલિકા/પંચાયતઃ પ્રમુખ, કારોબારી ચેરમેન અને પક્ષના નેતા. સામાન્ય રીતે સ્થાનિક સંસ્થાઓમાં હોદ્દેદારોની પસંદગી સર્વસંમતિથી થતી હોય છે અને ત્યારબાદ સંસ્થાની સામાન્ય સભામાં માત્ર ઔપચારિક પ્રક્રિયાઓ હાથ ધરીને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ચૂંટણી સંચાલન સમિતિ દ્વારા નિરીક્ષકોની નિમણૂક કરીને આ સમગ્ર કવાયત આગામી સમાહના અંત સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application