અરવલ્લી જિલ્લામાં મંત્રીના પુત્રોએ કાયદાને હાથમાં લીધો હતો. જેમાં તેઓએ ટુ-વ્હીલર પર આવતા બે લોકો પૈકી એકને જાહેરમાં ઢીબી નાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ રિક્ષાચાલક યુવકે સાઇડ આપવા બાબતે મંત્રીના પૌત્ર સાથે બબાલ કરી તેને માર માર્યો હતો. હાલ આ બંને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે.
મંત્રીના પુત્રોએ વળતો પ્રહાર કર્યો
મોડાસામાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પરિવાર સાથે જોડાયેલી મારામારીની બે અલગ-અલગ ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. પહેલી ઘટનામાં મંત્રીના પૌત્ર પર હુમલો થયો હતો. જ્યારે બીજી ઘટનામાં મંત્રીના પુત્રોએ વળતો પ્રહાર કર્યો હતો.
મળતી માહિતી મુજબ, 17મી ફેબ્રુઆરીએ સવારે 10:30 વાગ્યે મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમારનો દીકરો એક્ટિવા પર જઈ રહ્યો હતો. આ દરમિયાન રોંગ સાઈડમાં આવી રહેલા રિક્ષાચાલક સાથે સાઈડ આપવા બાબતે તકરાર થઈ હતી. જો કે આ બબાલ ગંભીર બનતાં રિક્ષાચાલક યુવાને મંત્રીના પૌત્ર પર જાહેરમાં હુમલો કરી દીધો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
મંત્રીના પુત્રોએ વળતો પ્રહાર કરી યુવકને જાહેરમાં ધોઇ નાખ્યો
આ ઘટનાની જાણ મંત્રીના પુત્રોને થાય છે, જેથી મંત્રીના બંને પુત્ર કિરણસિંહ અને રણજીતસિંહ પોતાના દીકરા પર હુમલો કરનાર વ્યક્તિને શોધી કાઢે છે. જે બાદ આ રીક્ષાચાલક પર વળતો હુમલો કરે છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ અંગે પોલીસ શુ એક્શન લે છે એ આવનારો સમય જ બતાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech