ગુજરાતમાં ભાજપના ધારાસભ્યએ નેતાજી સુભાષચંદ્ર બોઝને પહેલા ગણાવ્યા આતંકવાદી, કોંગ્રેસે કેસ નોંધાવતા કાઢ્યું આવું હાસ્યાસ્પદ બહાનું

  • January 24, 2023 06:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના નેતાજી સુભાષચંદ્ર બોઝને લગતી ફેસબુક પોસ્ટ પર રાજકારણ ગરમાયું છે. યોગેશ પટેલે તેમની પોસ્ટમાં નેતાજી સુભાષચંદ્ર બોઝને આતંકવાદી તરીકે વર્ણવ્યા હતા. ગતરોજ આઝાદીની ચળવળમાં પોતાનું જીવન સમર્પિત કરી દેનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી હતી જેના અનુસંધાને આણંદના નેતાએ પોસ્ટ કરેલી, પોસ્ટ વાયરલ થયા પછી કોંગ્રેસના પ્રવક્તાએ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો અને યોગેશ પટેલ વિરુદ્ધ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. આમ આદમી પાર્ટીએ પણ યોગેશ પટેલની પોસ્ટને પણ નિશાન બનાવી.

ગુજરાત ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે તેમની ફેસબુક પોસ્ટમાં લખ્યું, ‘ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા માટે જાણીતા છે. અસહકાર ચળવળના સહભાગી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા, તેઓ વધુ આતંકવાદી પાંખનો ભાગ હતાં અને સમાજવાદી નીતિઓની હિમાલય માટે જાણીતા હતા.


આ પર કોંગ્રેસના નેતા પવન ખાદાએ ટ્વિટ કર્યું હતું કે, “ભાજપના ધારાસભ્ય યોગેશ આર પટેલની આ ટિપ્પણી પર મીડિયા ચેનલો ચર્ચા કરશે જેમાં તેઓ નેતાજી સુભાષચંદ્ર બોઝને આતંકવાદી ગણાવી રહ્યા છે?”


ધારાસભ્યની આ પોસ્ટ વધુને વધુ વાયરલ થયા બાદ પોસ્ટ ફેસબુક પૃષ્ઠ પરથી દૂર કરવામાં આવી હતી. આતંકવાદી શબ્દ પોસ્ટમાં લખ્યા બાદ ધારાસભ્યએ બીજી ફેસબુક પોસ્ટમાં માફી માંગી છે. તેમણે લખ્યું છે કે ભાષાંતર કરવામા ભૂલ થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application