વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે અંતિમ ઘડીએ ઉમેદવાર જાહેર કર્યા છે. પૂર્વ જિલ્લ ા ભાજપ પ્રમુખ અને જિલ્લ ા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલને ટિકિટ આપતા આજે વિજય મુહર્તમાં ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત કોંગ્રેસના નીતિન પટલે (જિ.પં.સદસ્ય)એ પણ ફોર્મ ભયુ હતું. જોકે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન કિરીટભાઈ પટેલે દાવેદારી પણ કરી ન હતી તેના બદલે પૂર્વ ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી અને હર્ષદ રીબડીયા બંનેએ વિસાવદરની બેઠક લડવા દાવેદારી કરી હતી પરંતુ ભાજપે કિરીટભાઈ પટેલની પસંદગી કરી છે.
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એ અગાઉ જ ગોપાલ ઇટાલીયા નું નામ જાહેર કયુ હતું અને ઉમેદવારી પત્ર ભરતા સમયે શનિવારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ વિસાવદર પહોંચ્યા હતા અને આમ આદમી પાર્ટીને જીતાડવા જણાવ્યું હતું. ભાજપ દ્રારા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલને ટિકિટ આપી છે. રસાકસી અને રાજકીય એપી સેન્ટર ગણાતી આ ચૂંટણીમાં ભાજપ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને શંકરસિંહ વાઘેલાની ડેમોક્રેટિક પાર્ટીના કિશોર કાનગડ ચૂંટણી જંગમાં ઉતર્યા છે. ચતુષ્કોણીયય જંગમાં અપક્ષ ઉમેદવારો એ પણ ઉમેદવારી પત્ર ભર્યા છે. પરંતુ મુખ્ય સામનો તો રાજકીય પક્ષો વચ્ચે જ થશે. અત્રે ઉલ્લ ેખનીય છે કે વિસાવદર વિધાનસભા હર્ષદભાઈ રીબડીયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના ભુપતભાઈ ભાયાણી પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા વિસાવદર બેઠકની સીટ ખાલી રહી હતી. લાંબા સમય સુધી નેતા વિહોણી રહેલી સીટમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેથી ચૂંટણી જગં જીતવા તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવશે. ભાજપ પણ વિસાવદરનો ગઢ જીતવા નેતાઓ અને આગેવાનોના ધામા થશે અને અઢી સાહ સુધી વિસાવદરમાં ખરા અર્થમાં ચૂંટણીનો રગં જોવા મળશે.૨૯૪ મતદાન મથક પર ૨.૬૧ લાખથી વધુ મતદારો તેના મતા અધિકારનો ઉપયોગ કરશે. આજે વિધિવત ફોર્મ ભરાયા બાદ હવે રાજકીય પક્ષો અને નેતાઓમાં સામસામે નિવેદન બાજી અને આક્ષેપબાજી થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાના ખોખરાના સરપંચે બ્રાંચ પોસ્ટ માસ્તરને માર માર્યાની રાવ
June 05, 2025 03:57 PMઢૂંઢસર ગામની સીમમાં જુગાર રમતા બે ઝડપાયા, ચાર શખ્સો નાસી છૂટ્યા
June 05, 2025 03:53 PMજુના બંદર રોડ પરથી ટ્રકમાંથી રુપીયા ૧૨ લાખની કિંમતના કોપરની ચોરી
June 05, 2025 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech