ભાજપ CEC બેઠકમાં અસમના 92 ઉમેદવારોના નામ નિશ્ચિત , બંગાળ વિશેનું મંથન ચાલું : સુત્રો

  • March 04, 2021 11:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના નામ ઉપર ચર્ચા માટે દિલ્હી સ્થિત ભાજપના કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટી કેદ્ન્રિય ચૂંટણી સમિતીની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં સામેલ થનાર ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેંદ્રિય મંત્રી નિતિન ગડકરી, ડોક્ટર જિતેન્દ્રસિંહ,  રાજનાથસિંહ, કૈલાશ વિજયવર્ગીય,  થાવરચંદ, ગહલોત, શાહનવાઝ હુસેન, અસમ સીએમ સર્વાનંદ સોનોવાલ અને વડાપ્રધાન નરેંદ્ર મોદી છે.

 

બેઠકમાં પહેલા અસમની ચર્ચા થઈ. જેમાં પહેલા બે ફેઝના ઉમેદવારોના નામ ઉપર ચર્ચા થઈ હતી. ભાજપના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે અસમ વિધાંસભા ચૂંટણીમાં પાર્ટી 92 સીટ ઉપર તેના ઉમેદવારોની પસંદગી કરી ચુકી છે. આ પહેલા ભાજપે વર્ષ 2016માં 84 સીટ ઉપરથી ચૂટણી લડી હતી. અસમ બાદ પશ્ચિમબંગાળના બે ફેઝ માટે 60 ઉમેદવારોના નામ ઉપર ચર્ચા થશે. ભાજપ શુક્રવારે મોડી રાત્રે અથવા 7 માર્ચે તેના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS