અમરેલીના ભાજપના ઉમેદવાર ભરતભાઇ સુતરિયા પ્રથમ પાંચ રાઉન્ડની મતગણતરીના અંતે ૪૫ હજાર આસપાસ મતની લીડથી આગળ વધી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસે યારે આ બેઠકના ઉમેદવારની જાહેરાત કરી ત્યારે કોંગ્રેસને બનાસકાંઠામાં ગેનીબેન પર અને અમરેલી પર જેનીબેન પર વિજયનો વધુ ભરોસો હતો. પરંતુ, અમરેલીમાં આવું થયું નથી. રાજકીય માહોલમાં જેનીબેન ઠુમ્મરનો ઉછેર થયો હોવા છતાં આ વખતે અહીં ભાજપના ઉમેદવાર વિજય તરફ આગળ વધી રહ્યા છે.
ભરતભાઈ સુતરિયા સામે આયાતી સહિતના અનેક મુદ્દાઓ ઉછાળવામાં આવ્યા હતા યારે સામી બાજુ લંડનમાં ડિપ્લોમા ઈન કોમ્પ્યુટર સાયન્સમાં એમબીએ કરનાર જેનીબેન ઘણા વર્ષેાથી રાજકારણમાં સક્રિય છે.
પ્રદેશ મહિલા કોંગ્રેસમાં પ્રમુખ, અમરેલી મહિલા કોંગ્રેસના પ્રમુખ અને પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી જેવી અનેક મહત્વની જવાબદારી તે સંભાળી ચૂકયા છે.
આ વખતે પ્રચારમાં પણ તેમણે ટ્રેકટરમાં જઈને ફોર્મ ભરવા, ખેતરમાં કામ કરવા જેવા મુદ્દાઓ આવરી લીધા હતા પરંતુ, આમ છતાં પ્રારંભિક ટ્રેન્ડમાં કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર ઘણા પાછળ છે. આ બેઠક પર ભાજમાં આંતરિક વિખવાદ ટિકીટ અપાઈ ત્યારે જ બહાર આવ્યો હતો પણ બાદમાં કાર્યકરોને બનાવી લેવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech