જમ્મુ કાશ્મીર વિધાનસભામાં વક્ફ બિલ મામલે ધમાલ, ભાજપ-આપ ધારાસભ્યો વચ્ચે મારામારી

  • November 30, -0001 12:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ કાશ્મીર વિધાનસભાના ત્રીજા દિવસની કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો થયો. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ નેશનલ કોન્ફરન્સના મુબારક ગુલ, ભાજપના બલવંત સિંહ કોટિયા અને અન્ય ધારાસભ્યો તેમની બેઠકો પરથી ઉભા થયા અને સ્પીકર પાસેથી પોતપોતાના પ્રસ્તાવો પર ચર્ચાની માંગ કરી.


એનસી ધારાસભ્યો ગૃહમાં વક્ફ બિલ પર સ્થગિત પ્રસ્તાવ લાવવાની માંગ કરી રહ્યા છે. ત્યાએ વિધાનસભા પરિસરની બહાર ભાજપના ધારાસભ્યો અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મેહરાજ મલિક વચ્ચે મારામારી થઈ હતી. સ્પીકરે ગૃહની કાર્યવાહી બપોરે 1:૦૦ વાગ્યા સુધી સ્થગિત કરી દેવી હતી.


વિધાનસભા પરિસરની બહાર ભાજપના ધારાસભ્યો અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મેહરાજ મલિક વચ્ચે મારામારી થઈ હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મેહરાજ મલિક, ધારાસભ્ય ગેલેરીમાં પહોંચ્યા પછી ભાજપ પર આરોપ લગાવી રહ્યા હતા કે તેઓ તેમને વિધાનસભામાં પ્રવેશતા અટકાવવા માટે પોલીસનો ઉપયોગ કરી રહ્યા છે.


આ દરમિયાન, તેમણે પીડીપી નેતા વહીદ પારાને કહ્યું કે મુફ્તી મોહમ્મદ સઈદે જમ્મુ અને કાશ્મીરના લોકોની દલાલી કરી છે અને પીડીપી અને ભાજપની મિલીભગત છે. જે બાદ ભાજપના ધારાસભ્ય અને મેહરાજ મલિક વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ અને બોલાચાલી એટલી વધી ગઈ કે બંને વચ્ચે ઝપાઝપી થઈ ગઈ. આ દરમિયાન મેહરાજ મલિકને ધક્કો લાગ્યો અને તે કાચના ટેબલ પર પડી ગયા. આ સમય દરમિયાન માર્શલો દ્વારા બધા ધારાસભ્યોને બહાર કાઢવામાં આવ્યા.


ભાજપનું કહેવું છે કે મેહરાજ મલિક આપશબ્દો બોલી રહ્યા હતા. મેહરાજ મલિક પણ સતત બૂમો પાડતા અને ભાજપના નેતાઓ પર આરોપો લગાવતા જોવા મળ્યા હતા. જેના પછી આ સમગ્ર વિવાદ થયો. આ લડાઈ અને મારામારીનો ક્રમ વિધાનસભા પરિસરની બહાર શરૂ થયો અને સેન્ટ્રલ હોલ સુધી પહોંચ્યો.


એનસીના ધારાસભ્ય નઝીર અહમદ ગુરેઝીએ સ્પીકરને કહ્યું કે ભલે તમે તમારો નિર્ણય જાહેર કરી દીધો હોય પરંતુ જો તમે ઇચ્છો તો તમારા વિશેષાધિકારનો ઉપયોગ કરી શકો છો અને ચર્ચા કરી શકો છો, આનાથી કોઈ તોફાન નહીં આવે. ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તેઓ હિન્દુ-મુસ્લિમ નાટક કરી રહ્યા છે અને રાજ્યને બરબાદ કરી દીધું છે. તમે આ રાજ્યનો ખાસ દરજ્જો છીનવી લીધો, તમે અમારી જમીન છીનવી લીધી, તમે અમારી ઓળખ છીનવી લીધી. આનાથી ભાજપના ધારાસભ્યો ગુસ્સે થયા. ભાજપના ધારાસભ્યો ગૃહની મધ્યમાં સ્પીકરની બેઠક પાસે ધરણા પર બેઠા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application