ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ, BCCI (ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ)એ એક મોટો નિર્ણય લીધો છે. હવે ક્રિકેટરના પરિવાર માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. નવા નિયમો હેઠળ, જો કોઈ ટુર્નામેન્ટ 45 દિવસ કે તેથી વધુ સમયની હોય તો પરિવારને ખેલાડીઓ સાથે ફક્ત 14 દિવસ માટે જ રહેવાની મંજૂરી આપવામાં આવશે, અને જો પ્રવાસ ઓછા દિવસનો હોય તો તે 7 દિવસનો પણ હોઈ શકે છે.
નવા નિયમો હેઠળ, પત્નીઓ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ સાથે રહી શકતી નથી. પરિવાર ફક્ત 2 અઠવાડિયા માટે સાથે રહી શકે છે. બધા ખેલાડીઓએ ટીમ બસમાં મુસાફરી કરવાની રહેશે.
ગૌતમ ગંભીરના પર્સનલ મેનેજરને પણ VIP બોક્સ કે ટીમ બસમાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમને બીજી કોઈ હોટલમાં રોકાવું પડશે. જો ખેલાડીઓનો સામાન ૧૫૦ કિલોથી વધુ હશે તો બીસીસીઆઈ ખેલાડીઓને વધારાનો સામાન ચાર્જ ચૂકવશે નહીં.
ઓસ્ટ્રેલિયા શ્રેણી પછી બીસીસીઆઈએ તાજેતરમાં રોહિત શર્મા અને ગૌતમ ગંભીર સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ સમય દરમિયાન, BCCI એ ટીમ કોમ્બિનેશન અંગે કોઈપણ પ્રકારની ઉતાવળિયા પ્રતિક્રિયા ટાળવાનો નિર્ણય લીધો. એ સમજી શકાય છે કે ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મહત્વપૂર્ણ ODI ટૂર્નામેન્ટ આગામી છ અઠવાડિયામાં યોજાવાની છે, તેથી કોઈપણ તાત્કાલિક પ્રતિક્રિયા ટીમ તેમજ સપોર્ટ સ્ટાફ પર નકારાત્મક અસર કરશે.
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં ખરાબ પ્રદર્શન બાદ, ભારત પહેલા T20 અને પછી ઇંગ્લેન્ડ સામે ODI શ્રેણી રમશે. ત્યારબાદ તેણે ફેબ્રુઆરી મહિનામાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવાનો છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતની હાલત ખરાબ હતી
ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં પૂર્ણ થયેલી પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને ૧-૩થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાય થઈ શકી નહીં. આ જ કારણ હતું કે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ત્રણ સીઝનમાં પહેલી વાર WTC ફાઇનલ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી.
રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે એક દાયકા પછી ગયા રવિવારે ઓસ્ટ્રેલિયાને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) સોંપી દીધી. આ પહેલા ટીમ ઈન્ડિયાને હોમ ગ્રાઉન્ડ પર ન્યુઝીલેન્ડ સામે 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ બે નિષ્ફળતાઓને કારણે, ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવાનું ચૂકી ગયું.
કોહલીએ BGT ની 5 ટેસ્ટ મેચોમાં 23.75 ની સરેરાશથી 190 રન બનાવ્યા. રોહિત શર્માનું બેટ સાથે પ્રદર્શન ખૂબ જ ખરાબ હતું. રોહિત શર્મા 3 મેચમાં 6.20 ની સરેરાશથી માત્ર 31 રન બનાવી શક્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech