ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ મંગળવારે ૩૦ નવેમ્બરે તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ ત્રીજી મુદતની રેસમાંથી પોતાને દૂર કરી લીધા હતા, ત્યારબાદ ચર્ચાએ જોર પકડું હતું કે, બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ આઈસીસીના નવા અધ્યક્ષ બનશે. જો જય શાહ અધ્યક્ષ બન્યા તો તેઓ અત્યાર સુધીમાં સૌથી યુવા ચેરમેન હશે. તેમના પહેલા ભારતના એન.શ્રીનિવાસન (૨૦૧૪–૧૫) અને શશાંક મનોહર (૨૦૧૫–૨૦૨૦) અધ્યક્ષ પદ પર રહી ચૂકયા છે.
આઈસીસી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાના જય શાહના નિર્ણયની જાહેરાત ૨૭ ઓગસ્ટે કરવામાં આવશે, જે નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે. માત્ર ૩૫ વર્ષીય જય શાહ જો અધ્યક્ષ બનશે તો તેઓ આઈસીસીના અત્યાર સુધીના સૌથી યુવા અધ્યક્ષ હશે. આઈસીસીના પ્રવકતાએ એક નિવેદનમાં કહ્યું કે, બાર્કલેએ અધ્યક્ષ પદ માટે ચૂંટણી ન લડવા ઈચ્છા વ્યકત કરી છે. હવે અધ્યક્ષ પદ માટે જો એકથી વધુ ઉમેદવાર થયા તો ૧ ડિસેમ્બર ૨૦૨૪ના ચૂંટણી યોજાશે. રિપોર્ટ અનુસાર, જય શાહની દાવેદારી મજબૂત છે અને તેમને ઓસ્ટ્રેલિયા અને ઈન્ગલેન્ડ જેવા મજબૂત ક્રિકેટ બોર્ડનું સમર્થન મળ્યું છે
અનુરાગ ઠાકુર
બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરને ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનનો નોંધપાત્ર અનુભવ છે. તેઓ અગાઉ રમતગમત મંત્રી રહી ચૂકયા છે. આ સિવાય તેઓ બીસીસીઆઈના પ્રમુખ પણ રહી ચૂકયા છે. બોર્ડમાં ઠાકુરના અનુભવને ધ્યાનમાં રાખીને તેમને સચિવ પદની જવાબદારી સોંપવામાં આવી શકે છે. નવેમ્બરમાં જય શાહના સ્થાને અનુરાગ ઠાકુર સૌથી આગળ હોઈ શકે છે.
દેવજીત સૈકિયા
બીસીસીઆઈના જોઈન્ટ સેક્રેટરી દેવજીત સૈકિયાનું નામ પણ દાવેદારોમાં સામેલ છે. સાયકિયા હાલની કામગીરીથી સારી રીતે વાકેફ છે અને જો તે સચિવ બને તો જવાબદારીઓને વધુ સારી રીતે નિભાવી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech