વિદેશમાં ફરી એકવાર હિંદુ મંદીરમાં તોડફોડની ઘટના સામે આવી છે. અમેરિકાના ન્યુયોર્ક સ્થિત બીએપીએસ સ્વામી નારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. એટલું જ નહીં મંદિરમાં મોદી વિદ્ધ અપશબ્દો પણ લખવામાં આવ્યા હતા. અજાણ્યા હત્પમલાખોરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ન્યૂયોર્કમાં ભારતીય વાણિય દૂતાવાસે મંદિરની તોડફોડની સખત નિંદા કરી અને કહ્યું કે, તે એક જઘન્ય અપરાધ છે. આ ઘટનામાં સંડોવાયેલા ગુનેગારો સામે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
પીએમ મોદી આ સાહે અમેરિકાની યાત્રાએ જઈ રહ્યા છે ત્યારે જ આ ઘટનાને અંજામ આપવામાં આવતા ભારતીય દુતાવાસએ આ કૃત્યની સખત નિંદા કરી છે. ઉલ્લેખનીય છે કે ૨૨ સપ્ટેમ્બરના રોજ નાસાઉ કાઉન્ટીમાં એક મોટા સમુદાયને મોદી સંબોધિત કરવાના છે અને તેના થોડા દિવસો અગાઉ જ આ હત્પમલો થયો છે. નાસાઉ કાઉન્ટી મેલવિલેથી લગભગ ૨૮ કિમી દૂર સ્થિત છે.
બીએપીએસ સ્વામી નારાયણ સંસ્થાએ મેલવિલે, ન્યૂયોર્કમાં બીએપીએસ સ્વામી નારાયણ મંદિરને ધિક્કારજનક સંદેશાઓ લખાવા સાથે અપમાનિત કરવાની પણ નિંદા કરી છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ઉત્તર અમેરિકાના વિવિધ હિંદુ મંદિરોમાં આવી જ ઘટનાઓ બની છે.
ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસ તરફથી ટિટર પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ન્યૂયોર્કના મેલવિલેમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અસ્વીકાર્ય છે. દૂતાવાસ સમુદાયના સંપર્કમાં છે અને આ ઘૃણાસ્પદ ઘટનાના ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા માટે યુએસ કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે આ મામલો ઉઠાવ્યો છે.
બીએપીએસ સ્વામી નારાયણ સંસ્થા દ્રારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે પ્રાર્થના કરીએ છીએ કે, જેમણે આ ગુનો કર્યેા છે તેઓ તેમની નફરતમાંથી મુકત થાય અને સામાન્ય માનવતા જુએ. સંસ્થાએ જણાવ્યું હતું કે,આપણે ફરી એકવાર નફરત અને અસહિષ્ણુતાના ચહેરા પર શાંતિ માટે અપીલ કરવી પડી છે. ન્યુયોર્કમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને નફરતના સંદેશાઓ સાથે અપવિત્ર કરવામાં આવ્યું હતું. કમનસીબે આ એક અલગ ઘટના નથી. ઉત્તર અમેરિકામાં વિવિધ હિંદુ મંદિરોમાં અપવિત્રની સમાન ઘટનાઓ બની છે.જે અટકાવી જ જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech