છરી સાથે આતંક ઉભો કરનાર આઝાદનગરનો શખ્સ ઝડપાયો

  • June 06, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના આઝાદનગર વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે ઉશ્કેરાઈ એક શખ્સ ખુલ્લી સાથે નિકળતા વીડિયો વાયરલ થયો હતો. જેના પગલ ભારે ચકચાર મચી જવા પામી હતી. આ મામલે આઝાદનગરમાં રહેતા અમનભાઈ  હિંમતભાઈ ડાભીએ ફરીયાદ નોંધાવી હતી કે, તેના મિત્ર કિશનભાઈ રાઠોડ
પાસેથી બે મહિના પહેલા હાથ ઉછીના રૂપિયા લીધા હતા. તે સગવડ થાય ત્યારે આપી દેવાની વાત કરી હતી. જેને લઈ  હાર્દિક રાજુભાઈ રાઠોડે ઉછીના રૂપિયા તાત્કાલીક આપી દે તેમ કહી છરી સાથે ઘસી આવી મારવા દોડયો હતો. જે મામલે પોલીસે ગુનો દાખલ કરી છરી સાથે નિકળનારા હાર્દિક રાઠોડ નામના ઝડપી લઈ તેને કાયદાનું ભાન કરાવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application