જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને કોર્પોરેશનની આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે એમ.પી.શાહ વૃદ્ધાશ્રમ ખાતે “આયુષ્માન વય વંદના કાર્ડ”કેમ્પનું આયોજન કરાયું
જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા સાથે સંકલન કરી એમ.પી.શાહ વૃધ્ધાશ્રમ ખાતે આશ્રિત વૃદ્ધ વડીલોનાં આયુષ્માન વય વંદના કાર્ડ કાઢવા અર્થે કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કેમ્પમાં જેમાં જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ ઉપસ્થિત રહી વૃદ્ધ વડીલોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ તેઓને વૃદ્ધ પેન્શન કે વિધવા પેન્શન જેવી યોજનાનો લાભ મળે છે કે કેમ તે અન્વયે જાણકારી મેળવી હતી. તેમજ જે વડીલો લાભથી વંચિત છે તેઓને સત્વરે યોજનાકીય લાભ અપાવવા જરૂરી કાર્યવાહી કરવા કચેરીનાં સ્ટાફને સુચના આપી હતી. કાર્યક્રમમાં પી.એમ.જે. એ. વાય– માં યોજનાના પ્રોજેક્ટ કોર્ડીનેટર નિયતીબેન રામાનુજ દ્વારા વડીલોને આયુષ્માન વય વંદના કાર્ડ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ ૭૦ વર્ષકે તેનાથી વધુ વયના તમામ વડીલોનાં આયુષ્માન વય વંદના કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. આ સાથે સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલકશ્રી દ્વારા મહિલાઓની સુરક્ષા અર્થે કાર્યરત સખીવન સ્ટોપ સેન્ટર વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ સરકારનાં ‘મિશન શક્તિ’ હેઠળ કાર્યરત ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના હેઠળ ફરજ બજાવતા ડિસ્ટ્રીક્ટ મિશન કોર્ડીનેટર પ્રશાંત કુબાવત દ્વારા વડીલોને મહિલા અને બાળ વિભાગ હેઠળની તમામ યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ ભવિષ્યમાં જરૂરી તમામ યોજનાકીય લાભ વડીલોને મળી રહે તે માટે એમ.પી. શાહ વૃદ્ધાશ્રમના કર્મચારીને જિલ્લા મહિલા અને બાળ વિકાસની કચેરીનાં સંકલનમાં રહી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોવામાં પ્રવાસીઓની બોટ પલટી, એકનું મોત, 20 ઘાયલ
December 25, 2024 09:42 PMકાંકરિયા કાર્નિવલ 2024: કલાકારોની રમઝટ સાથે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ
December 25, 2024 09:40 PMઝઘડિયાની દુષ્કર્મ પીડીતા દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે જામનગર આપ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી
December 25, 2024 06:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech