ગડુ શેરબાગ ગામે પડતર જમીનના ડખ્ખામાં બે પરિવારો વચ્ચે કુહાડી-છરી ઉડયા

  • June 23, 2023 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોરવાડના ગડુ ગામે પડતર જગ્યા ના ચાલતા મનદુખમાં મહિલાના પરિવાર પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યાના બનાવ અંગે ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે ચોરવાડ પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ ગડુ ગામે રેલવે સ્ટેશન સામે રહેતા નફીસાબેન અલ્ફાસ તમીમી ને પડતર જગ્યા બાબતે જુમી બેન અલી ભાઈ,  સુમેરા અલી ભાઈ,  સમીર અલી ભાઈ અને મોસીન અલી ભાઈ સાથે ચાલતા મન દુ:ખને લઈ સમીર અલી ભાઈએ છરી  તથા મોસીન ભાઈએ કુહાડી લઈ આવતા મહિલાના પતિ મોસીન ભાઈ ને પકડવા જતા પતિને હાથમાં તથા મહિલાના જેઠને છરી બાજીમાં ઇજા પહોંચાડી હતી. 
​​​​​​​
તેમજ  ઝપાઝપીમાં શાહિદાબેન વચ્ચે જતા સમીરભાઈએ કુહાડીનું ઘા માર્યો હતો મારા મારી મા વચ્ચે પડેલા સસરા ખાલીદ ભાઈ ને પણ માર માર્યો હતો. 
મારામારીના બનાવમાં વચ્ચે પડેલા નફીસાબેન ને અલી ભાઈ એ ધક્કો મારી ઢીકા પાટુનો માર મારી ઇજાગ્રસ્ત કર્યા નો બનાવ નોંધાયો હતો આ અંગે મહિલાએ ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનહો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application