ગુજરાત સરકારના સ્પોટર્સ ટેલેન્ટ એવોર્ડ સમારોહ અંતર્ગત રાષ્ટ્ર્રીય તેમજ આંતરરાષ્ટ્ર્રીય સ્તરે મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કરનાર આંતરરાષ્ટ્ર્રીય સ્વિમર આર્યન નેહરા સહિત કુલ ૫૬ વિજેતાઓને કુલ .૧.૮૮ કરોડથી વધુ રકમના ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં આંતરરાષ્ટ્ર્રીય સ્તરે સૌથી વધુ એવોર્ડ (એક ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ) મેળવનાર આંતરરાષ્ટ્ર્રીય સ્વિમર આર્યન નેહરાને .એક કરોડના પુરસ્કારનો ચેક આપવામાં આવ્યો હતો જે આર્યન નેહરા વતી તેના માતા શ્રીમતી સુમન વિજય નેહરાએ સ્વીકાર્યેા હતો.
ગુજરાત સરકાર પ્રતિભાશાળી ખેલાડીઓને તૈયાર કરશે અને તેમને પૂરતી તકો પણ પૂરી પાડશે. હવે ગુજરાત રમતગમત ક્ષેત્રે ઝડપથી વિકાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ગુજરાતના દરેક ખેલાડીનું લય માત્ર ઓલિમ્પિક હોવું જોઇએ તેમ ગાંધીનગરમાં આયોજિત સ્પોટર્સ ટેલેન્ટ એવોર્ડ વિતરણ સમારોહને સંબોધતા રાયના રમતગમત રાયમંત્રી હર્ષ સંઘવીએ આ વાત કહી હતી. આ ફંકશનમાં ગુજરાતમાંથી ૫૬ રાષ્ટ્ર્રીય અને આંતરરાષ્ટ્ર્રીય કક્ષાના નિષ્ણાતોએ ભાગ લીધો હતો.
વધુમાં રાયના રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ રમતવીરોને સંબોધતા જણાવ્યું હતું કે રાય કે રાષ્ટ્ર્રીય કક્ષાએ મેડલ જીત્યા પછી સંતોષ ન માનવો પરંતુ રાષ્ટ્ર્રીય અને આંતરરાષ્ટ્ર્રીય કક્ષાએ મેડલ જીતવાનું સપનું જોવું અને તેને પૂં કરવું. સખત મહેનત એ સાચા ખેલાડીની નિશાની છે. તેમણે કહ્યું કે રાય સરકાર પ્રતિભાશાળી ખેલાડીઓને વિકસાવવા અને તેમને જરી તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રતિબધ્ધ છે. ખેલ મહાકુંભમાં અત્યાર સુધીમાં ૬૬ લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે, જેમાં રાય સરકાર વિજેતાઓને ૪૦ કરોડ પિયાના રોકડ ઇનામો આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્ર્રીય સ્વિમર આર્યન નેહરા રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અને સિનિયર આઇએએસ ઓફિસર વિજય નેહરાના સુપુત્ર છે અને રાજકોટના નિવાસ દરમિયાન આર્યન નેહરા રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનના સ્વિમિંગ પુલમાં સ્વિમિંગની તાલિમ લઇ ચુકયા છે. આર્યન નેહરાને પુરસ્કાર મળતા રાજકોટવાસીઓમાં પણ ખુશીની લહેર પ્રસરી ગઇ છે.
૧.૨૦ લાખથી વધુ વિધાર્થીઓને સ્પોટર્સ તાલિમ
ગુજરાત રાય સરકારની રમતગમત લક્ષી યોજના હેઠળ ગુજરાતની શાળાઓમાં હાલ કુલ ૧.૨૦ લાખથી વધુ વિધાર્થીઓ અભ્યાસની સાથે ૫૦૦ જેટલા ટ્રેનર્સ પાસેથી રમતગમતની તાલીમ લઈ રહ્યા છે. ડીએલએસએસ હેઠળ રાયના ૪૧ સ્પોટર્સ કોમ્પ્લેકસમાં ૫૫૦૦થી વધુ વિધાર્થીઓ ૨૧ રમતોમાં તાલીમ મેળવી રહ્યા છે. આગામી દિવસોમાં ગુજરાતના વધુને વધુ રમતવીરો રાષ્ટ્ર્રીય અને આંતરરાષ્ટ્ર્રીય સ્પર્ધાઓમાં ગુજરાતનું નામ રોશન કરશે તે દિવસો હવે દૂર નથી
એક દાયકામાં ૧૬૨૭ ખેલાડીઓને એવોર્ડ
ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૪માં સ્પોટર્સ ટેલેન્ટ એવોર્ડ સ્કીમ લાગુ કરી હતી. આ યોજના હેઠળ ૨૦૧૪–૧૫થી ૨૦૨૪–૨૫ સુધીના એક દાયકામાં ૧૬૨૭ ખેલાડીઓને ૨૪.૦૭ કરોડ પિયાના રોકડ પુરસ્કારો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાતના મહાનિર્દેશક આર.એસ.નિનામા, એસએજીના સચિવ એ.કે.વસાવા તથા રમતવીરો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech