જૂનાગઢ જીલ્લ ામાં ગઈકાલે ૬ નગરપાલિકાની ૧૪૩ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી.જેમાં સરેરાશ ૬૬.૬૩ ટકા મતદાનથયું હતું. સૌથી વધુ ચોરવાડ ન.પા.માં ૭૯.૪પ તથા સૌથી ઓછુ માણાવદરમાં માત્ર પ૬ ટકા મતદાન થયું હતું. મતદારોએ કુલ ર૯૧ ઉમેદવારોના ભાવિનો મતદારોએ ફેંસલો આપી દીધો છે. આવતીકાલે મત ગણતરી યોજાશે. હાલ ઓછું–વધુ મતદાન કોને ફાયદો અને નુકસાન કરાવશે તે અંગેના ગણીત મંડાવવા લાગ્યા છે. સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની સામ સામે જગં માં હાઈ વોલ્ટેજ ગણાતી ચોરવાડ નગરપાલિકામાં સૌથી વધુ ચોરવાડ ન.પા.માં ૭૯.૪પ તથા સૌથી વધુ માણાવદરમાં માત્ર પ૬ ટકા મતદાન જૂનાગઢ જિલ્લાની ૬ નગરપાલિકાના ૪૦ વોર્ડની ૧૬૦ બેઠક માટેની ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં બાંટવા નગરપાલિકામાં ૧૩ તેમજ માંગરોળ નગરપાલિકામાં ૪ મળી કુલ ૧૭ બેઠક બિનહરીફ થઈ હતી.ગઈકાલે૧૪૩ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૮૯૭ પોલીંગ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી હતી.સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીમાં ૬ નગરપાલિકામાં સરેરાશ ૬૬.૬૩ ટકા મતદાન થયું હતું.જેમાં સૌથી વધુ ચોરવાડમાં રેકોર્ડ બ્રેક ૭૯.૪પ ટકા ઓછું માણાવદર નગરપાલિકામાં માત્ર પ૬ ટકા મતદાન થયું હતું. યારે માંગરોળ નગરપાલિકામાં ૬૭.ર૦, વિસાવદરમાં ૬પ.પ૪,વ થલીમાં ૬૯.૩૪ અને બાંટવા નગરપાલિકામાં પ૯.૩૬ ટકા મતદાનથયું હતું. ૬ નગરપાલિકાની ૧૪૩ બેઠક પર ર૯૧ ઉમેદવારો મેદાનમાં છે. કુલ ૧,ર૬,૬૪ર મતદારોમાંથી ૮૪,૩૮૦ મતદારોએ પોતાના વિસ્તારના ઉમેદવારના ભાવિનો ફેંસલો ઈવીએમમાં નાખી દીધો છે. હવે આવતીકાલે મતગણતરી બાદ મતદારોએ કોના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે તે જાહેર ટકથશે. હાલ નગરપાલિકામાં થયેલા મતદાનના આંકડા પરાૃથી રાજકીય પક્ષો દ્રારા હારજીતના ગણીત માંડવાનું શરૃ કરવામાં આવ્યું છે. લોકોમાં પણ ચૂંટણી પરિણામોને લઈ ઉત્સુકતા જોવા મળી રહી છે.રાજકીય લોકો દ્રારા હાલ તો પોતાની જીતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ તા.૧૮ના લોકચુકાદો શું છે ? તે સ્પષ્ટ્ર થઈ જશે
મહાપાલિકામાં ઓછું મતદાન પરંતુ દિવ્યાંગોમાં ઉત્સાહ
સમાજ સુરક્ષા કર્મીએ દિવ્યાંગ મતદારને ખભા પર ઉચકી બુથ સુધી પહોંચ્યા,વૃદ્ધા અને અને દિવ્યાંગ મતદારોને વ્હીલ ચેર માં બેસી મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી જૂનાગઢ મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ નં 9માં બિસ્માર રસ્તાના કારણે વાહનની અવરજવર મુશ્કેલ થતા દિવ્યાંગ મતદારને સમાજ સુરક્ષા કર્મીએ દિવ્યાંગને ખભે ઊંચકી મતદાન બુથ સુધી લઈ જઈ લોકશાહીના પર્વની અનોખી ઉજવણી કરી હતી. તો આ ઉપરાંત વૃદ્ધો અને અશકતોને પણ વિલચેર માં બેસી મતદાન કરી મતદાર તરીકે તેની ફરજ બજાવી હતી. અને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. વોર્ડ નંબર 9મા ગિરનાર દરવાજા વિસ્તારમાં ઢોરા પાસે શેરીમાં રસ્તા તોડાયેલા હોવાથી વાહન વ્યવહારની અવરજવર મુશ્કેલ બની છે. દિવ્યાંગ મતદારને મતદાન મથક સુધી જવા મુશ્કેલી પડતા સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કર્યો હતો.સમાજ સુરક્ષા કર્મચારી નરેશભાઈ સોલંકી દિવ્યાંગ મતદારના ઘરે પહોંચી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. શેરીના બિસ્માર રસ્તાના કારણે વાહન વ્યવહારની અવરજવર શક્ય ન થતા કર્મચારીએ દિવ્યાંગ મતદારને પોતાના ખભે ઊંચકી મુખ્ય માર્ગ સુધી લાવ્યો હતો ત્યારબાદ વહીલ ચેરમાં બેસાડી મતદાન મથક સુધી લઈ ગયા હતા.અને મતદાન કયર્િ બાદ રાજીપો વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત વૃદ્ધો અને અસક્ત ચાલી ન શકતા હોય તેવા મતદારોને પણ સમાજ સુરક્ષા કચેરી ના કર્મચારીઓની ટીમે મતદાનબૂથ સુધી અવરજવર માટે વીલ ચેર રાખવામાં આવી હતી અને મતદાન કરવા મદદરૂપ થયા હતા.શહેરમાં મતદાન માટે ગત ચૂંટણી કરતા આ વર્ષે લોકોમાં ઉત્સાહ ઓછો હોતો પરંતુ દિવ્યાંગ મતદારે પોતાના મતદાર તરીકે ફરજ બજાવી લોકશાહીના પર્વની અનોખી ઉજવણી કરી હતી.
ચોરવાડમાં અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન
ચોરવાડ નગરપાલિકા આમ તો ગત ટર્મ સુધી કોંગ્રેસના કબજામાં હતી. સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા આ વખતે બંને વચ્ચે ખરા-ખરીનો જંગ જામ્યો હતો અને ત્યારબાદ ગઈકાલે સૌથી વધુ રેકોર્ડ બ્રેક મતદાન થયું હતું રાજ્યની નગરપાલિકાઓમાં સૌથી વધુ ચોરવાડ નગરપાલિકામાં જ મતદાન થયું છે. આવતીકાલે વંથલી નગરપાલિકાની મામલતદાર કચેરી તાલુકા સેવા સદન, બાટવા નગરપાલિકાની જાનવી પ્રાઇમરિ સ્કૂલ, વિસાવદર નગરપાલિકાની પ્રાંત કચેરી, ચોરવાડ નગરપાલિકાની શેઠ જેએમ વિનય મંદિર, માંગરોળ નગરપાલિકાની એમ.એન કંપાણી આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજ, અને વંથલી તાલુકા પંચાયતની સરદાર વલ્લ ભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ ખાતે ચુસ્ત બંદોબસ્ત હેઠળ મત ગણતરી યોજાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશ સિવાય ભારતને અલગથી ૨.૧ કરોડ ડોલર અપાયા: ડોનાલ્ડ ટ્રમ્પ
February 22, 2025 03:10 PMગુજરાતને દેશનું ગ્રોથ એન્જીન બનાવતું રાજ્ય સરકારનું બજેટ: રાજકોટ ચેમ્બરનો આવકાર
February 22, 2025 03:08 PMઅમૃતસરમાં બીએસએફ હેડક્વાર્ટરની બહાર વિસ્ફોટ: આતંકી પસિયાને જવાબદારી લીધી:સેનાનો ઇનકાર
February 22, 2025 03:06 PMએર ઇન્ડિયા દ્વારા તૂટેલી સીટ આપવા બદલ શિવરાજ સિંહ ચૌહાણ ભડક્યા
February 22, 2025 03:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech