રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠક માટે ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં ૫૮.૯૮ ટકા જેટલું મતદાન થયું છે જે ગત ચૂંટણીની સરખામણીએ ૪.૪૦ ટકા જેટલું ઓછું છે. સૌથી વધુ મતદાન બેડલાની બેઠક પર ૭૫.૩૧% અને સૌથી ઓછું લોધીકાની બેઠક પર ૪૧.૪૧ ટકા મતદાન થયું છે. ચૂંટણી દરમિયાન સમગ્ર જિલ્લામાં ક્યાંય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનો પ્રશ્ન ઉભો ન થયો હોવાનો દાવો સત્તાવાળાઓ કરી રહ્યા છે. સૌથી વધુ નોંધપાત્ર બાબત એ છે કે મતદાનની પ્રક્રિયા દરમિયાન માત્ર એક બેલેટ યુનિટ અને બે કંટ્રોલ યુનિટ બગડયા હતા. અન્ય બેઠકોની મતદાનની ટકાવારી બાબતે વાત કરીએ તો આણંદપરમાં ૭૦.૮૫ આટકોટમાં ૫૪.૫૩ બેડીમાં ૬૬.૮૯ ભાડલામાં ૬૮.૪૧ ભડલીમાં ૬૧.૦૫ બોરડી સમઢીયાળામાં પર.૦૪ ચરખડીમાં ૪૯.૭૧ દેરડી માં ૫૨.૦૬ ડુમિયાણીમાં ૫૮.૮૫ જામકંડોરણામાં ૫૫.૨૨ કમળાપુરમાં ૬૩.૪૭કસ્તુરબા ધામમાં ૬૭.૮૭ માં કોલિથડમા ૫૪.૩૦ કોલકીમાં ૬૦.૩૭ કોટડા સાંગાણી મા ૬૪.૦૯ કુવાડવામાં ૭૪.૩૧ લોધિકામાં લોધીકામાં ૪૧.૪૧ મોટી માડમાં ૫૩.૮૧ મોવિયામાં ૬૦.૪૮ પડધરીમાં ૬૭.૨૮ પાનેલી મોટી માં ૫૬.૯૯ પારડીમાં ૪૬.૮૮ પેઢલામાં ૫૬.૫૬ પીપરડી માં ૫૯.૯૮ સાણથલીમાં ૫૧.૮૪ સરપદળમાં ૬૬.૩૪ સરધારમાં ૩૨.૬૮ શિવરાજગઢમાં ૫૦.૧૨ શિવરાજપુરમાં ૬૩.૬૬ સુપેડીમાં ૫૮ ૬૩ થાણાગાલોળમાં ૫૨.૪૩ વેરાવળમાં ૫૫.૯૧ વીંછીયામાં ૫૯ અને વીરપુરમાં ૫૮.૬૩% મતદાન થયું છે.