ટોક્યો પેરાલિમ્પિક ચેમ્પિયન અવની લેખરાએ પેરિસ પેરાલિમ્પિકમાં ઈતિહાસનું પુનરાવર્તન કર્યું અને ફરી એકવાર ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો. પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતે બે મેડલ જીત્યા. અવનીએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો, જ્યારે મોના અગ્રવાલે તે જ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતની સ્ટાર પેરા શૂટર અવની લેખરાએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવનીએ ભારતને પહેલો મેડલ અપાવ્યો. આ પહેલા પણ અવનીએ ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો. જ્યારે મોના અગ્રવાલે ભારતને બીજો મેડલ અપાવ્યો હતો.
પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારત માટે બીજો દિવસ ગોલ્ડન રહ્યો. અવની લેખરાએ પોતાનું ટાઇટલ જાળવી રાખ્યું અને મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. અવની લેખારાએ સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો. અવનીએ ફાઈનલમાં 249.7 પોઈન્ટ બનાવ્યા અને નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો.
મોનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
અવની તેનો ટોક્યો 2020 પેરાલિમ્પિક રેકોર્ડ તોડીને ભારતની સૌથી સફળ મહિલા પેરાલિમ્પિક એથ્લેટ બની ગઈ છે. જ્યારે ભારતે એક જ ઇવેન્ટમાં બે મેડલ જીત્યા હતા. 36 વર્ષની મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મોના ફાઇનલમાં 228.7 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધારાસભ્ય દિવ્યેશ અકબરી વોર્ડ ન. ૧૪ માં 'જનતાની સેવા માટે, જનતાના દરવાજે ઊપસ્થિત થયા'
April 25, 2025 11:06 AMપાકિસ્તાને એરસ્પેસ બંધ કર્યા બાદ એર ઇન્ડિયા, ઇન્ડિગોએ ફ્લાઇટ્સના રૂટ બદલ્યા
April 25, 2025 11:05 AMભારતીયોની અમીરાત વધી: 1 કરોડથી વધુ મોંઘા ઘરની ડીમાંડ નીકળી
April 25, 2025 11:03 AMફક્ત પાકિસ્તાની મુસ્લિમોના વિઝા રદ કરવામાં આવશે, હિન્દુઓનું સ્વાગત છેઃ વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા
April 25, 2025 11:02 AMપાકિસ્તાની કરન્સીની હાલત કથળી: જૂનના અંત સુધીમાં 1 ડોલરની કીમત રૂ. 285 થશે
April 25, 2025 11:01 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech