ચોટીલા, થાનગઢમાં વિસ્ફોટક પદાર્થ વિક્રેતાઓનાં ગોડાઉનમાં તંત્રના દરોડા

  • April 01, 2025 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોટીલા, થાનગઢ વિસ્તારમાં વિસ્ફોટક પદાર્થ નું વેચાણ કર્તાઓનાં ગોડાઉન ઉપર પ્રાંત અધિકારી અને મામલતદારો સહિત ની ટીમે આકસ્મિક રેઇડ કરી ચકાસણી હાથ ધરી ૬૭ લાખથી વધુના જથ્થો સિઝર કરી ચાર ગોડાઉનને સીલ મારતા પરવાનેદારો અને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લ ામાં અનેક પ્રકારનાં ચોટીલા, થાનગઢ અને મુળી પંથકમાં આવેલા ખનીજ પદાર્થેા ના ખનન પ્રવૃત્તિઓમાં ઉપયોગ ગેર કાયદેસર ખનન પ્રવૃત્તિઓમાં મોટા પ્રમાણમાં થયાનું તંત્રના ધ્યાને આવતા તેઓની વિધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. તાજેતરમાં થાનગઢ ના જામવાળી, પાવટીના ભડુલા વિસ્તારમાં કાર્બેાસેલ કોલસાનાં ૨૪૭ જેટલા મોતના કુવા જેવા ખાણ પી ખાડાઓ અને કરોડો પિયા નો મુદ્દામાલ પ્રાત અધિકારી સહિતનાં કાફલાએ પકડી પાડયો હતો જે ખાડાઓનાં ખોદાણમાં  માટે મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થ વપરાયો હોવાનું તંત્રના ધ્યાને આવેલ હતું ગે. કા ખનીજ ખનન નાબુદ કરવા તેના ઉપર અંકુશ લાદવા માટે તથા વેગ આપતા પરીબળોને ડામવા ચોટીલા પ્રાત અધિકારી એચ. ટી. મકવાણા દ્રારા  મામલતદાર પી. બી., નિલેશ પટેલ તેમજ તાબેના સ્ટાફની ટીમ બનાવી સોમવારના વિસ્ફોટ પદાર્થ વેચાણ કરતા પરવાનેદારોનાં ગોડાઉન ઉપર આકસ્મિક દરોડા પી તપાસ હાથ ધરેલ હતી. રેવન્યુ વિભાગની ટીમો એકા એક ત્રાટકતા વેચાણ કર્તાઓમાં દોડધામ મચી ગયેલ હતી અને તપાસનીશ અધિકારીઓએ એકસપ્લોઝીવ પદાર્થના વેચાણ અને સંગ્રહ ક્ષમતા મંજુરી અંગેનાં ધારાધોરણ અને સલામતીનાં સર સાધનો અંગે સઘન તપાસણી કરતા નાવા, મેવાસા, ચોટીલા, અને મેવાસા ગામે આવેલા ગોડાઉનમાં કડક કાર્યવાહી હાથ ધરેલ હતીખાણ અને કુવામાં ભડાકા કરવા માટે વપરાતા  જીલેટીન અને કેપ ના ગોડાઉનમાં આકસ્મિક દરોડામાં મેગેઝીન(ગોડાઉન)માં ક્ષતિઓ અને ગેરરીતીઓ જોવા મળી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News