BREAKING NEWS

બીજા વનડેમાં ઓસ્ટ્રેલિયાનો પાકિસ્તાન સામે ૪૧ રને ભવ્ય વિજય, સિરીઝમાં ૧-૧ની બરાબરી 

  • June 03, 2026 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વનડે ક્રિકેટ શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ૪૧ રનથી હરાવી દીધું છે. આ જીત સાથે જ પ્રવાસી ઓસ્ટ્રેલિયાએ ૩ મેચોની આ વનડે શ્રેણીમાં ૧-૧ ની રોમાંચક બરાબરી કરી લીધી છે.



પાકિસ્તાનની ધરતી પર રમાઈ રહેલા આ મુકાબલાનો સંપૂર્ણ અહેવાલ 
ઓસ્ટ્રેલિયાની બેટિંગ: કેપ્ટન જોશ અને ગ્રીનની શાનદાર અર્ધસદીટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર એલેક્સ કેરી મેચના પહેલા જ બોલ પર શૂન્ય રને આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ મેથ્યુ શોર્ટ (૧૫ રન) અને માર્નસ લાબુશેન (5 રન) પણ સસ્તામાં આઉટ થઈ ગયા હતા.
કટોકટીમાંથી ઉગાર્યા:- મુશ્કેલ પરિસ્થિતિમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન જોશ ઇંગ્લિસે ( 51 રન) અને ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીને (53 રન) શાનદાર અર્ધસદી


ફટકારીને ટીમના સ્કોરને મજબૂતી આપી હતી.
કુલ સ્કોર:- ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 5૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૨૩૧ રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો.
પાકિસ્તાની બોલિંગ:- પાકિસ્તાન તરફથી કેપ્ટન શાહીન શાહ આફ્રિદીએ સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી. જ્યારે હેરિસ રઉફ, અરાફાત મિન્હાસ અને અબરાર અહેમદને ૨-૨ વિકેટ મળી હતી.
પાકિસ્તાનની બેટિંગ:- ટોપ ઓર્ડર ફ્લોપ, બાબર આઝમ ફરી નિષ્ફળ,૨૩૨ રનના નાના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની બેટિંગ લાઇન-અપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. પાકિસ્તાની ટીમ ૪૪ ઓવરમાં માત્ર ૧૯૦ રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી.


બાબર આઝમ ફ્લોપ
પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન બાબર આઝમ માત્ર ૧૬ બોલમાં ૧૬ રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ઓપનર માઝ સદાકત શૂન્ય રને અને સાહિબજાદા ફરહાન માત્ર ૩ રન બનાવી આઉટ થયા હતા.શાદાબ ખાનની લડાયક ઇનિંગ: મધ્યક્રમમાં ગાઝી ગોરીએ ૩૭ રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી સૌથી વધુ લડાયક બેટિંગ ઓલરાઉન્ડર શાદાબ ખાને કરી હતી, જેણે ૧૦૪ બોલમાં ૭૧ રનની ધીરજપૂર્વકની ઇનિંગ રમીને હારનું અંતર ઘટાડ્યું હતું. છતાં ટીમ ૨૦૦ રનનો આંકડો પણ વટાવી શકી નહોતી.હવે આ વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ નિર્ણાયક મેચ બંને ટીમો માટે ટ્રોફી જીતવા માટે રોમાંચક બની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application