ભારત–ઓસ્ટ્રેલિયા વચગાળાના મુકત વેપાર કરારમાં કરવામાં આવેલી પ્રતિબદ્ધતા હેઠળ, ઓસ્ટ્રેલિયા ૧ ઓકટોબરથી ભારતીય નાગરિકોને દર વર્ષે ૧,૦૦૦ વકિગ અને હોલિડે વિઝા આપવાનું શ કરશે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની મુલાકાતે ગયેલા વાણિય અને ઉધોગ પ્રધાન પીયૂષ ગોયલે ગુવારે જણાવ્યું હતું કે, આ પગલાથી પરિવહનની સુવિધા થશે અને બંને દેશોના લોકો વચ્ચે સંપર્ક વધશે.
યલએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકસ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા યાત્રા અંગે એ જાણીને ખુશી થઈ કે, ભારત–ઓસ્ટ્રેલિયા આર્થિક સહયોગ અને વેપાર કરારમાં સામેલ વકિગ અને હોલીડે વીઝા આપવા માટેની પ્રતિબદ્ધતા ૧ ઓકટોબર ૨૦૨૪થી શ થઈ જશે.તેનાથી પરિવહન સરળ બનશે અને લોકો વચ્ચે સંપર્ક વધશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આર્થિક સહકાર અને વેપાર કરાર (ઈસીટીએ) ડિસેમ્બર ૨૦૨૨માં અમલમાં આવ્યો હતો.
આ કરાર હેઠળ ૧૮–૩૦ વર્ષની વયના ભારતીય નાગરિકો ઓસ્ટ્રેલિયામાં કામ કરવા, અભ્યાસ કરવા અને મુસાફરી કરવા માટે એક વર્ષના વિઝા માટે અરજી કરી શકે છે. ઓસ્ટ્રેલિયા તેના કાયદા હેઠળ પાત્રતાની શરતોને પૂર્ણ કરતા ભારતીય નાગરિકોને વાર્ષિક ૧,૦૦૦ જેટલા 'મલ્ટીપલ એન્ટ્રી' વાળા વર્ક અને હોલિડે વિઝા આપશે. બંને દેશો હવે આ કરારને વ્યાપક આર્થિક સહકાર કરાર (સીઈસીએ)માં પાંતરિત કરવા માટે વાટાઘાટો કરી રહ્યા છે.વાણિય અને ઉધોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગોયલની મુલાકાતે બંને પક્ષોને સીઈસીએ તરફની પ્રગતિ અને ઈસીટીએ સંબંધિત પહેલોના અમલીકરણની સમીક્ષા કરવાની તક પૂરી પાડી હતી. ઓસ્ટ્રેલિયન અને ભારતીય કંપનીઓ સાથેની ક્રિયા–પ્રતિક્રિયા બંને દેશો વચ્ચેના વેપાર અને રોકાણ સંબંધોને પણ વધારશે.
આ દરમિયાન મંત્રાલયે એક અલગ નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત–ઇજિ સંયુકત વેપાર સમિતિ (જેટીસી) નું છઠ્ઠત્પં સત્ર નવી દિલ્હીમાં ૧૬–૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ યોજાયું હતું. આ દરમિયાન બંને દેશોએ વેપાર અને રોકાણમાં દ્રિપક્ષીય સહયોગ વધારવા માટે ઘણા ક્ષેત્રોની ઓળખ કરી જેમાં સુએઝ કેનાલ ઇકોનોમિક ઝોન (એસસીઈઝેડ), ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ એન્ડ વેલરી, એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ અને માઇનિંગ અને ઇલેકટ્રોનિકસ મેન્યુફેકચરિંગ સામેલ છે.
નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પેારેશન (એનએસઆઈસી) અને ઇજિની એમએસએમઈ ડેવલપમેન્ટ એજન્સી (એમએસએમઈડીએ) વચ્ચે સહકાર અંગેના સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech