ભારતના ગગનયાન મિશનમાં ઓસ્ટ્રેલિયાનો સહયોગ, કોકોસ ટાપુ પર અસ્થાયી બનાવાશે ટ્રેકિંગ બેઝ

  • September 19, 2024 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



લોન્ચિંગ બાદ 24x7 ગગનયાન પર નજર રાખવા માટે ISRO ઓસ્ટ્રેલિયા નજીક કોકોસ (કીલિંગ) ટાપુ પર અસ્થાયી ટ્રેકિંગ બેઝ બનાવશે. ભારતીય વૈજ્ઞાનિકોની ટીમે આ ટાપુની મુલાકાત લીધી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ સ્થળ ગ્રાઉન્ડ ટ્રેકિંગ સ્ટેશન બનાવવા માટે યોગ્ય છે. ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સીના વડા એનરિકો પાલેર્મોએ એક અંગ્રેજી અખબારને આ માહિતી આપી હતી.




કોકોસ (કીલિંગ) ટાપુ પર ટ્રેકિંગ માટે જરૂરી સુવિધાઓ વિકસાવવામાં આવશે. ઓસ્ટ્રેલિયા પણ આગળ આવી રહ્યું છે અને આ કામમાં ભારતને મદદ કરી રહ્યું છે. કારણ કે અહીંથી ગગનયાનના માર્ગ પર સંપૂર્ણ રીતે નજર રાખી શકાય છે. ટેલિમેટ્રી અને કંટ્રોલ્સને નિયંત્રિત કરી શકાય છે. ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સી આ મિશનમાં ઈસરોની સાથે જોડાવા માંગે છે.




એનરિકોએ કહ્યું કે, અમે ઈસરોની કટોકટીની સ્થિતિમાં પણ મદદ કરવા તૈયાર છીએ. તેના માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. અમે ગગનયાનના માર્ગ પર નજર રાખીશું. કંઈપણ ખોટું થશે. જો અવકાશયાત્રીને મિશન બંધ કરવું પડશે અથવા ક્રૂ રીકવર થશે તો અમે ભારતીય વૈજ્ઞાનિકોની સાથે ઊભા રહીશું.




કોકોસ (કીલિંગ) ટાપુ ક્યાં છે?




કોકોસ (કીલિંગ) ટાપુઓ ઓસ્ટ્રેલિયાની સમુદ્રી સીમાથી થોડા બહાર હિંદ મહાસાગરમાં ઉપસ્થિત 27 નાના કોરલ ટાપુઓનો સમુહ છે. તેમાંથી માત્ર બે ટાપુ વેસ્ટ આઈલેન્ડ અને હોમ આઈલેન્ડ પર પર લોકો વસવાટ કરે છે. અહીં લગભગ 600 લોકો રહે છે, જેમને કોકોસ મલય કહેવામાં આવે છે. જેમાંથી મોટાભાગે સુન્ની મુસ્લિમો છે. પરંતુ તેઓ મલય ભાષા બોલે છે. તઆ ટાપુની સંપૂર્ણ જાળવણી ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા કરવામાં આવે છે.




ગગનયાન પર નજર રાખવા માટે રિલે ઉપગ્રહો



ઈસરોના ચીફ ડો.સોમનાથે થોડા સમય પહેલા કહ્યું હતું કે, ઈસરો પહેલા ગગનયાન મિશન માટે રિલે સેટેલાઈટ્સ લોન્ચ કરશે. જેથી પૃથ્વીની ચારે બાજુથી ગગનયાનનો સંપર્ક કરી શકાય. જેથી તેના પર નજર રાખી શકાય. આ ઉપરાંત અમે GSAT ઉપગ્રહો દ્વારા પણ સંપર્કમાં રહીશું. આ ઉપગ્રહોને અમેરિકાથી સ્પેસએક્સના ફાલ્કન રોકેટથી લોન્ચ કરવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application