જામનગરમાં વ્યાજના હપ્તાની ઉઘરાણીથી કંટાળી વૃદ્ધનો આપઘાતનો પ્રયાસ

  • May 29, 2021 01:14 PM 

શાકભાજીનો ધંધો લોક ડાઉનના કારણે ચાલતો ન હોવાથી ઝેરી દવા પીધી, સારવારમાં ખસેડાયા

જામનગરના પટેલ કોલોનીમાં રહેતા એક લોહાણા વૃદ્ધે દસ વર્ષ પહેલા વ્યાજે લીધેલી રકમનો હપ્તો હાલ લોકડાઉનના કારણે ધંધા બંધ હોય જેથી ચુકવી નહીં સકતા અને ઉઘરાણીના કારણે ઝેરી દવા પી લેતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે પોલીસમાં જાણવાજોગ દાખલ થઇ છે.

જામનગરની પટેલ કોલોની શેરી નંબર 9 માં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા જીતુભાઈ હરિભાઈ બથીયા ઉંમર વર્ષ 50 નામના લોહાણા વૃદ્ધે આશરે દસ વર્ષ પહેલાં પોરબંદરના મનોજ બાબુભાઈ વાંઝા પાસેથી દોઢ લાખ રૂપિયા બે ટકા વ્યાજે લીધા હતા.

જેનો માસિક હપ્તો 3000 આપવાનો હોય જે હાલ લોક ડાઉનના કારણે ધંધો બંધ હોય અને સામે વાળા પૈસાની વારંવાર ઉઘરાણી કરતા હોય તેથી ભોગ બનનારે ગત તારીખ 28ના રોજ નવા રેલવે સ્ટેશન પાસે ગુજરી બજારમાં પોતાના હાથે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગે સીટી બી ડિવિઝન ખાતે જાણવાજોગ દાખલ થતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે, અત્રે ઉલ્લેખનીય છે કે લોક ડાઉનના કારણે અનેક લોકોને ધંધા-રોજગારમાં માઠી અસર પહોંચી છે અને આર્થિક સંકડામણમાં સપડાયા છે.

ઉપરોક્ત બનાવમાં આશરે ૧૦ વર્ષ પહેલા લીધેલી રકમ અંગે હપ્તાઓ ચડી જતાં ઉઘરાણીના કારણે હાલમાં આર્થિક સંકડામણ અનુભવતા વૃદ્ધે આપઘાતની કોશિશ કર્યાનું બહાર આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS