કોઠારીયા સોલવન્ટમાં પાલતુ સ્વાન મામલે ટોળકીએ અહીં રહેતા પરિવાર પર ધોકા- પાઇપ છરી વડે હુમલો કર્યો હતો. જેમાં યુવાનની હત્યાનો પ્રયાસ તેમજ તેની પત્ની અને પાડોશીઓને ધોકા પાઇપના ઘા ફટકારી ઇજા પહોંચાડી હતી.
શહેરના ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટની પાછળ રહેતા મુસ્કાનબેન ઇબનેમભાઇ ફારૂકી (ઉ.વ. 23) દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિકી, સંજય પાડલીયા, ગોગો, વિકીનો ભાઈ રોકી, મનીષ ઉર્ફે કકુ, રવિરાજ કાઠી, જનકો કબુતરવાળો, વીકીની પત્ની, મનીષ ઉર્ફે કક્કુની બે બહેનો અને મનીશ ઉર્ફે કક્કુની માતા જશુબેનના નામ આપ્યા છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના 11 વાગ્યા આસપાસ તે તથા તેમના પતિ ઇબનેમભાઈ ફારૂકી ઘરે હતા ત્યારે શેરીમાં રહેતો વીકી તેનો ભાઈ રોકી તેનો મિત્ર સંજય ગોગો તથા મનીષ રવિરાજ,જનકો, વીકીની પત્ની, કક્કુની બે બહેનો અને તેની માતા જશુબેન સહિતનાઓ ઘરમાં ઘૂસી આવ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. ફરિયાદીના પતિએ ગાળો બોલવાની ના પાડતા આ શખસોએ ધોકા- પાઇપ વડે હુમલો કરી દીધો હતો. દરમિયાન વિકી તથા સંજય છરી કાઢી ફરિયાદીના પતિ ઈબનેભાઈને છાતીના ભાગે છરીનો ગામ મારી દીધો હતો તેમજ સંજય ડાબા પગના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. રાડારાડી થતા પાડોશી ફેજલભાઈ તથા હનીફાબેન, ઇરઝાબેન અહીં ઘરે આવી ગયા હતા અને છોડાવવા પડતા આ શખસોએ તેમને પણ ધોકા પાઇપ વડે માર મારવા લાગ્યા હતા.
દરમિયાન ગોગાએ સંજયના હાથમાંથી છરી લઈ ફરિયાદીના પતિને માથાના ભાગે છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા અને કહેવા લાગ્યા હતા કે, આજે તો તમને બધાને જાનથી મારી જ નાખવા છે જેથી ફરિયાદીના પતિને માથામાંથી લોહી નીકળવા લાગતા તે ત્યાં ઢળી પડ્યા હતા. દરમિયાન પાડોશી ફેજલભાઈએ ગોગાના હાથમાંથી છરી લેવા જતા તેમને ડાબા હાથની વચ્ચે આંગળીમાં છરી લાગતા ઈજા પહોંચી હતી ડરના લીધે બધા ફરિયાદીના માતાના ઘરમાં અંદર ઘૂસી જતા આ શખ્સો ત્યાં પણ પાછળ આવ્યા હતા અને ધોકા-પાઇપ વડે મારમાર્યો હતો બાદમાં અહીંથી નાસી ગયા હતા.
આ હુમલામાં ફરિયાદીના પતિ ઇબનેભાઇ ફારૂકીને છાતીના ભાગે છરીનો ઊંડો ભા મારી તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમજ ફરિયાદી ધોકા-પાઇપના ઘા મારી પગનાભાગે ઇજા પહોંચાડી હતી તેમના માતા નસીમાબેનને હથેળીમાં છરી મારી હતી,પાડોશી ઈરજાનાબેનને પગમાં અને હનિફા બેનને જમણા હાથે ઇજા પહોંચી હતી. પડાોશી ફેજલને ડાબા હાથના પંજાના ભાગે બીજા પહોંચી હતી.
ફરિયાદમાં બનાવના કારણ અંગે પરિણીતાએ જણાવ્યું છે કે, ઉત્તરાયણના દિવસે તેમને વિકિના પત્ની અને વીકીના માતા સાથે પાલતુ કૂતરો તેમના ઘર પાસે ગંદકી કરતો હોય જેથી આ બાબતે ઠપકો આપતા બોલાચાલી થઇ હતી. તેનો ખાર રાખી આ શખસોએ ગેરકાયદે મંડળી રચી છરી ધોક- પાઇપ વડે ફરિયાદીના પતિ પર જીવલેણ હુમલો કર્યો હતો તેમજ અન્યને ઇજા પહોંચાડી હતી.ઘટના અંગે પરિણીતાની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે રાયોટ, હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.