BREAKING NEWS

રાજકોટમાં વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં શ્રમિક યુવાનને માથામાં પથ્થર ઝીંકી હત્યાનો પ્રયાસ

  • May 14, 2026 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં બિહારી શ્રમિક યુવાનને મિત્રએ પૈસા બાબતે બોલાચાલી કરી માથામાં મોટા પથ્થરનો ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યેા હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે તાલુકા પોલીસે આરોપી વિધ્ધ ખૂની હત્પમલા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ બિહારના વતની અને હાલ રાજકોટમાં રહેતા સુધીરકુમાર અવધકુમાર તિવારી(ઉ.વ.૩૫) નામના યુવાન પર વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પથ્થર વડે ખૂની હત્પમલો કરવામાં આવતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે ગોંડલ રોડ પર પરીન ફર્નિચર પાછળ ભરતભાઈ પટેલના કારખાનામાં કામ કરતા અને અહીં ઓરડીમાં રહેતા યુવાનના નાના ભાઇ પ્રવીણ અવધકુમાર તિવારી (ઉ.વ. ૨૬) દ્રારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે બિલાલ ભટ્ટીનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં પ્લમ્બિંગના કારખાનામાં મજૂરી કામ કરે છે તેઓ પાંચ ભાઈ અને બહેન છે. યુવાનનો મોટો ભાઈ સુધીર તેના પરિવાર સાથે રાજકોટમાં રહે છે અને ખોડલ એન્ટરપ્રાઇઝ સ્વાતિ પાર્ક કોઠારીયા ખાતે કારખાનામાં કામ કરે છે. ગઈકાલે બપોરના સાડા ત્રણ વાગ્યે આસપાસ યુવાન કારખાને કામે હતો ત્યારે તેને તેના ભાઈ સુધીરના મોબાઈલમાંથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, આ મોબાઈલ વાળા ભાઈને તમે ઓળખો છો જેથી યુવાને કહ્યું હતું કે તે મારા ભાઈ સુધીરનો મોબાઈલ નંબર છે જેથી સામેવાળી વ્યકિતએ કહ્યું હતું કે, તમારા ભાઈને એક વ્યકિતએ માથામાં પથ્થર મારેલ છે તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જઈએ છીએ બાદમાં યુવાન તુરતં અહીં સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં યુવાનના ભાઈ પાસે બે વ્યકિતઓ હોય જેમના નામ પૂછતા તેમણે સાકીર શાહ અને અનિશ રાહીની જણાવ્યું હતું તેમને બનાવ બાબતે પૂછતા તેમણે કહ્યું હતું કે, અમે બંને રોયલ ઇનોવેશન કારખાનાની બાજુમાં મીરા કાસ્ટિંગ રોડ પર વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ઈંડા અને મટનની દુકાન ચલાવીએ છીએ અમારી દુકાને તમારો ભાઈ સુધીરકુમાર અને બિલાલ ભટ્ટી બંને અવારનવાર જમવા આવે છે જેથી અમે તેને ઓળખીએ છીએ. આજ રોજ સુધીર અને બિલાલ દુકાને આવ્યા હતા ત્યારે બંને અહીં પિયા માટે બોલાચાલી અને ઝઘડો કરવા લાગ્યા હતા જેથી અમે તેમને ઝઘડો કરવાની ના કહેતા બને ત્યાંથી થોડે દૂર દુકાન ની બાજુમાં ઝાડ નીચે બોલાચાલી કરતા હતા. જેથી ફરી સાકીરે તેમને ઝઘડો કરવાની ના કહેતા બિલાલે નીચે પડેલ મોટો પથ્થર ઉપાડી સુધીરના માથામાં મારી દેતા સુધીર અહીં બેભાન થઈ ગયા હતો અને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું જેથી તેને અહીં સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવ્યા છીએ.
બાદમાં આ અંગે ઇજાગ્રસ્ત યુવાનના ભાઈએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી બીલાલ ભટ્ટી સામે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બનાવ અંગે વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આર. મેઘાણી ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application