BREAKING NEWS

જેતપુરમાં વેપારી પરિવાર પર હુમલો કરીને હત્યાનો પ્રયાસ: હુમલા ખોરોને ઝડપી લેવાયા

  • April 13, 2026 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જેતપુરમાં વેપારી પરીવાર પર છરી, તલાવાર વડે હત્પમલો કરી હત્યાનો પ્રયાસ કર્યાનો બનાવ બનવા પામ્યો છે. વેપારીના પુત્રના મિત્રની માથાકૂટનો ખાર રાખી છ શખસો લાયન્સ સ્કૂલની બાજુમાં રહેતાં ખોડીદાસભાઈ ઘરે ઘસી આવી હત્પમલો કર્યેા હતો. પોલીસે હત્યાનો પ્રયાસ, રાયોટીંગ, તોડફોડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તમામ હત્પમલાખોરોને તાકીદે ઝડપી લીધા હતાં.
બનાવ અંગે જેતપુરમાં જૂનાગઢ રોડ પર લાયન્સ સ્કૂલની બાજુમાં રહેતાં ખોડીદાસભાઈ મેઘજીભાઈ દાફડા (ઉ.વ.૪૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે આશિષ માધા ચાવડા, જયદીપ ધી ચાવડા, દેવ અનિલ ચાવડા, રોહન દિનેશ ચાવડા, આશીષનો સાળો કેવલ ગોહિલ, આશિષનો ભાઈ નિખિલ માધા ચાવડા (રહે.તમામ રણુજાનગર સોસાયટી, જેતપુર) ના નામ આપ્યા છે.
ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ઘરની બાજુમાં મયુર પાન નામથી પાન–માવાનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રીના આશરે એકાદ વાગ્યે તેઓ ઘરે હાજર હતો તે દરમિયાન ઘરે તેમનો દીકરો રાહત્પલ આવ્યો હતો અને જણાવેલ કે, રાહત્પલ તથા તેનો મિત્ર કરણ રાત્રીના ગુણાતીતનગર પાસે આવેલા ગ્રાઉન્ડમાં બેઠા હતા તે દરમિયાન જેતપુર રણુજા સોસાયટી ખાતે રહેતો આશિષ ચાવડા અને જયદીપ ચાવડાએ કરણને ગાળો આપેલ અને ફરીયાદીના દીકરાને ઘરે જવા કહેલ જેથી રાહત્પલ ઘરે આવી ગયેલ હતો.
ત્યારબાદ થોડીવારમાં મોટા દીકરા સાહિલના ફોનમાં આશીષ ચાવડાનો ફોન આવેલ અને ગાળા ગાળી કરેલ અને ગુણાતીતનગર ખાતે આવવા અંગે કહેતા સાહિલે આવવાની ના કહેતા આશીષે કહેલ કે, થોડીવાર રાહ જો હત્પં તારા ઘરે આવું છુ. થોડીવારમાં આશિષ ચાવડા બાઈકમાં ઘર પાસે આવેલ અને રોડ ઉપર ઊભા ઊભા ગાળો બોલતો હતો. જેથી ફરીયાદી ઘરની બહાર નીકળેલ અને આશિષને ગાળો નહી બોલવા અને ઝઘડો નહી કરવા સમજાવતો હતો જે દરમ્યાન આશિષ ત્યાંથી જતો રહેલ હતો.
થોડીવારમાં ઘર પાસે તમામ આરોપી તલવાર, લોખંડનો પાઈપ, છરી સહિતના ઘાતકી હથીયાર સાથે ઘસી આવ્યાં હતાં અને બેફામ ગાળો આપી વાણી વિલાસ કરતાં હતાં. જે દરમ્યાન ફરીયાદી અને તેમના ઘરના સભ્યો ઘરની બહાર ઉભેલ હતા અને જેમાંથી જયદીપ ચાવડા તથા આશીષ ચાવડા કહેવા લાગેલ કે, આજ તમને જીવતા નથી મુકવાના એકાદ ને તો પતાવી દેવો છે, તેમ કહી આ આશિષ ચાવડા દોડીનેઘસી આવેલ અને મારી નાખવાના ઈરાદે લોખંડના પાઈપથી હત્પમલો કરી દિધો હતો.
જે દરમિયાન ફરિયાદીના ભાઈની પત્ની લતાબેન અનિલભાઈ દાફડા વચ્ચે પડતાં તેને પણ ગળાના ભાગે પાઈપ મારી દીધેલ તથા દીકરા રાહત્પલ ઉપર આશીષે છરીનો ઘા ઝીંકી દિધો હતો. આ મારામારી દરમિયાન ઘરના સભ્યો વચ્ચે છોડાવવા પડતાં આશિષ ચાવડાએ સાળાની દીકરીનું ટીશર્ટ ગળાના ભાગ પાસેથી પકડી ફાડી નાખેલ તથા સાઢું ભાઈની દીકરીને પગના ભાગે મુંઢ ઈજા થયેલ છે. બાદ ડર લાગતાં તેઓ ઘરમાં જતાં રહેલ હતા અને ફરીયાદી ડેલે ઊભો હતો, જે દરમ્યા આરોપીઓ ઘરની બહાર પડેલ મારી સ્વીફટ કાર પર લોખંડના પાઈપ તથા તલવારો મારી તોડફોડ કરી બાદમાં જતાં રહેલ હતાં.
આ ગંભીર બનાવને લઇ જેતપુર પીઆઇ એ.ડી. પરમારની રાહબરી હેઠળ પીએસઆઇ આર.બી. બલદાણીયા તથા ટીમે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં હત્પમલાખોરને ઝડપી લીધા હતા. જેમાં આશિષ ચાવડા, જયદીપ ચાવડા, દેવા ઉર્ફે દેવસિંહ ચાવડા, રોહન ઉર્ફે રોનક ચાવડા, કેવલ ગોહેલ અને નિખિલ ચાવડાનો સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી આશિષ સામે અગાઉ દાનો જયદીપ સામે ખૂની હુમલાનો મામલો અને મારામારીનો ગુનો નોંધાઈ ચૂકયો છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News