જામનગર શહેરમાં કેરટેકર દ્વારા યુવતિની છેડતીનો પ્રયાસ

  • December 28, 2023 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પિતાની સારવાર માટે રાખેલ યુવકની રાત્રિના નજર બગડતા પીડિતાએ ૧૮૧ અભયમની મદદ માંગી: ટીમ તાકિદે દોડી ગઈ: લાલબત્તીરુપ કિસ્સો

જામનગરની એક પીડિતા દ્વારા ૧૮૧ મહિલા હેલ્પ લાઈનમાં ફોન કરી મદદ માંગેલીને જણાવ્યું હતું કે તેણીના પિતાની દેખરેખ તેમજ સાર સંભાળ માટે (કેરટેકર) યુવક રાખેલ છે જેની નજર બગાડતા છેડતી કરવાની કોશિશ કરી રહ્યો છે તેથી તત્કાલ મદદની જરૂર છે.
જામનગર ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી, પોલીસ કર્મચારી તારાબેન ચૌહાણ, પાયલોટ સુરજીત સિંહ વાઘેલા ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળ પર પહોંચી જોવા મળેલ મકાનનો દરવાજો અંદરથી બંધ હોય તેમ જ પીડિતા ખૂબ ડરી ગયેલ હોય તેથી આશ્વાસન આપી વિશ્વાસ જીતી મકાનનો દરવાજો ખોલાવ્યો હતો.
દરમિયાન પીડિતા ડરી ગયેલ હોય અને રડતી અવસ્થામાં જોવા મળેલ તેથી આશ્વાશન આપી શાંત કરેલ અને કાઉન્સિલિંગ કરી પૂરી વાત જાણવાની કોશિશ કરેલ જેમાં જાણવા મળેલ પીડિતાના માતા આશરે પાંચ વર્ષ પહેલા મૃત્યુ પામેલ હોય તેથી પીડિતા  તેમના પિતા સાથે રહેતા હતાં.
પિતાની તબિયત ખરાબ રહેતી હોવાથી તેમની સાર સંભાળ માટે યુવક રાખેલ, પિતાને હોસ્પિટલથી રજા આપતા ઘરે લાવેલ તેથી પીડિતા જોબ પર ગયેલ રાત્રિના ૧૧:૦૦ વાગે જોબ પરથી આવેલ ત્યાં સુધી બધું ઠીક જોવા મળેલ અચાનક ૧:૩૦ વાગે યુવક દ્વારા પીડિતાને જણાવેલ તે નાસ્તો કરવા જાય છે તો થોડી વાર પિતાની દેખરેખ રાખે.
એ પછી રાત્રિના બે વાગ્યે કેરટેકર યુવક કેફી દ્રવ્યનું સેવન કરી નશાની હાલતમાં પાછો ફરેલ અને ગેરવર્તન-અપશબ્દ બોલવા લાગેલ જેથી પીડિતા ડરી ગઈ હતી અને રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો આથી યુવક દરવાજો પછાડવા લાગ્યો હતો. તેણીએ દરવાજો નહીં ખોલતાં ફોન અને મૅસેજ તેમજ વીડિયોકૉલ કરવા લાગેલ અને ધમકી દીધી હતી.
તેથી પીડિતાએ સમયસૂચકતા વાપરી ૧૮૧ અભયમ ટીમની મદદ માગેલ, પૂરી વાત જાણી યોગ્ય કાઉન્સેલિંગ કરી કાયદાકીય માર્ગદર્શન આપેલ પીડિતા યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા ઈચ્છતા હોવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવેલ આમ ૧૮૧ ટીમ દ્વારા પિતાની દેખરેખ માટે રાખેલ યુવકને૧૮૧ ટીમ દ્વારા કાયદાનું યોગ્ય ભાન કરાવવામાં આવ્યું હતું.
આમ યોગ્ય સમય પર પહોંચી જઈને પીડિતાનો બચાવ કરવા બદલ પીડિતા તેમજ તેમના પિતા દ્વારા ૧૮૧ ટીમનો આભાર કરવામાં આવેલ. આમ, પીડિતાની મદદ અભયમ્ ટીમે કરી હતી. લાલબત્તીરુપ કિસ્સો સામે આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application