નવા થોરાળામાં પોલીસ મથક નજીકના જ વિસ્તારમાં રસ્તા પર આડશ, પતરા ઉભા કરી દબાણ કરવાના થયેલા પ્રયાસમાં થોરાળા પોલીસે દબાણ હટાવવાની કામગીરી કરતા એકઠા થયેલા ટોળાંએ પોલીસને ઘેરી લઈ પીઆઈનો મોબાઈલ ઝુંટવવાના થયેલા પ્રયાસ તથા મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કરાયાની કે પોલીસની ઈત પર ઘા થયાની ઘટનામાં જાણે બધુ નોર્મલ લાગ્યું હોય તે માફક ઉચ્ચ અધિકારીઓ કે ટીમ ફરકયા પણ ન હતા. જો આવું બનશે તો શહેરમાં ટોળાંઓની હિંમત વધતી જશે અને જે–તે વિસ્તારની પોલીસ નબળી પુરવાર થશે કે આવા બનાવો ફરી બનતા રહેશે તેવું પોલીસના જાણકારોનું માનવું છે. હાલ તો થોરાળા પોલીસે બે મહિલા સહિત સાત સામે ફરજ રૂકાવટનો ગુનો નોંધ્યો છે.
દબાણ હટાવવા માટે મહાપાલિકાની એસ્ટેટ શાખાને જાણ થઈ હતી ટીમે ત્યાં જતાં મહાપાલિકાના સ્ટાફ સાથે ઘર્ષણ થયું. થોડીવારમાં થોરાળા પીઆઈ બી.એમ.ઝણકાંત તથા સ્ટાફ પણ ઘટના સ્થળે નવા થોરાળા શેરી નં.૫ સ્વામિનારાયણ સ્કૂલ પાસે ધસી ગયો હતો. ટોળાંએ પોલીસ સાથે પણ ઉગ્રતા દાખવી હતી. મહિલાઓ સહિતનાએ મળી પીઆઈ ઝણકાંતને ઘેરી લીધા હતા. પીઆઈના હાથમાં રહેલો મોબાઈલ ફોન લૂંટવા પ્રયાસ કર્યેા હતો. વચ્ચે પડેલા પોલીસ સ્ટાફ તથા આરએમસીના સ્ટાફ પર ઈંટો, પથ્થરોના ઘછત પરથી છૂટા ઘા કરાયા હતો. મહિલા પોલીસ કર્મી એકતાબેન કિરીટભાઈ પર હત્પમલો કરી હાથમાં બચકા ભરી લેતાં ઈજાગ્રસ્ત મહિલા કોન્સ્ટેબલને સારવારમાં ખસેડવા પડયા હતા. પીઆઈને મહિલાઓ સહિતના ટોળાંએ ઘેરી લેતાં એક તબક્કે તો પીઆઈ સરેન્ડર જેવી મુદ્રામાં હાથ ઉંચા કરીને ઉભા રહી જવું પડે તેવી સ્થિતિમાં આવી ગયા હતા. સ્ટાફના અન્ય કર્મચારીઓએ પીઆઈને કોર્ડન કરી ટોળાંની બહાર કાઢયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસની આવી સ્થિતિ નિહાળનારા પણ ચોંકી ઉઠયા હશે.
આવી ઘટના બની છતાં પણ જે તે સમયે કોઈ ઉચ્ચ અધિકારીઓ કે થોરાળા પોલીસના હાજર સ્ટાફે હત્પમલાખોરો પૈકીના કેટલાકને રાઉન્ડ અપ કર્યા હતા. બનાવ સંદર્ભે જમાદાર વિમલ ભીખાલાલ ધાણજાએ શામજી મકાભાઈ મકવાણા તેના પુત્ર ચિરાગ, નાગેશ ઉપરાંત દિલીપ ઉર્ફે દિલો ચૌહાણ, કેવલ સોંદરવા, પાયલ સુનિલભાઈ ચાવડા, હેતલ નાગેશ મકવાણા સામે લૂંટનો પ્રયાસ, હત્પમલો, ફરજ રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી હતી.
પીઆઈ સામે આક્ષેપો સાથે યુવક સરાજાહેર ફિનાઈલ પી ગયો
આરએમસીનો સ્ટાફ તથા થોરાળા પોલીસ સામે ટોળાંએ ઉગ્રતા દાખવી હતી. પોલીસ ટોળાંને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરે એ પૂર્વે પીઆઈ ઝણકાંત સામે હાજર વિસ્તારવાસી યુવકો, મહિલાઓ દ્રારા જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરાયાના આક્ષેપો કરાયા હતા એક યુવકે જાહેરમાં ફિનાઈલ ગટગટાવવા લાગ્યો હતો. પીઆઈએ ખરેખર એવા કોઈ અપશબ્દો કહ્યા હતા કે પોલીસની કામગીરી ખોરંભે ચડાવવા પ્રયાસ હતો? તે તપાસનો વિષય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAMCનો સુરક્ષા ખર્ચ: 10 વર્ષમાં 245 કરોડનો ધુમાડો, વિપક્ષે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા
March 03, 2025 11:53 PMટ્રમ્પની પોસ્ટથી ખળભળાટ: "આવતીકાલની રાત મોટી હશે", દુનિયાભરમાં અટકળો
March 03, 2025 09:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech