અમદાવાદમાં રહેતા વૃધ્ધના પિતા અને ફઇ કે જેઓ મૃ્ત્યુ પામ્યા હોય તેમની માલિકની રાજકોટમાં ખત્રીવાડમાં આવેલી મિલકત આ બંનેને હયાત બતાવી બે શખસોએ પોતાના નામે કરી લીધી હતી.જેથી આ અંગે વૃધ્ધ દ્વાર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે આરોપીઓ સામે છેતરપિંડી,બોગસ દસ્તાવેજ બનાવવા અને ગુનાહિત કાવતરૂ રચવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
અમદાવાદના વટવા રોડ ઉપર વ્રજવઘન કો.ઓ.હા. સોસાયટીમાં રહેતાં અને નિવૃત્ત જીવન પસાર કરનાર મનસુખલાલ બળવંતરાય મેર (ઉ.વ. 73)ના દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સંદીપ લક્ષ્મણભાઈ ડાંગરીયા અને તેના ભાઈ જીજ્ઞેશ (રહે. બન્ને કિરણનગર સોસાયટી, હરીઘવા રોડ)ના નામ અપ્યા છે.
ફરિયાદી મનસુખભાઈએ પોલીસને જણાવ્યું કે,તેના પિતા બળવંતરાય અને ફઈ સરસ્વતીબેનની માલિકીની મિલ્કત રાજકોટના ખત્રીવાડ કરશનદાસ માંડવીયાની શેરી ખાતે આવેલી છે.તેના ફઇનું 1993માં અને પિતાનું 2010માં મૃત્યુ નિપજ્યું હતું.2020ની સાલમાં કોરોના કાળમાં તે રાજકોટ આવ્યા હતા.તેના પિતાની આ મિલ્કતની વારસાઈ કાર્યવાહી કરવાની હોવાથી સીટી સર્વે ઓફિસે વારસાઈ નોંધ કરાવવા જતાં આ બન્ને સર્વે નં.65 ની 13.35 અને 70ની 39.15 મળી કુલ 52.68 ચો.મી. સહિતની મિલકતમાં બન્ને આરોપીની એન્ટ્રી હોવાનું જાણવા મળતાં તપાસ કરતાં દસ્તાવેજ થયાંનું જાણવા મળ્યું હતું.
દસ્તાવેજની નકલ મેળવી જોતાં બન્ને આરોપીએ તેના મૃતક પિતા અને ફઈને હયાત બતાવી ખોટા દસ્તાવેજ કરાવી લીધાનું ખુલતાફરિયાદ નોંધાવી હતી.જેનાં આધારે એ ડિવિઝન પોલીસના પીઆઇ આર.જી.બારોટે કલમ 420, 467, 468, 471,120બી, 114,34 મુજબ બન્ને આરોપી સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech