ટેલીકોમ ઇન્ડીયાના નામે કોલ કરી પોલીસની વર્દી પહેરેલા દિલ્હીના કોઇ શખ્સ સાથે વિડીયો કોલીંગમાં વાત કરાવી : સાયબર ગઠીયાઓની નિયત પારખી ગયેલા નગરના યુવકે ઠગબાજોની વાતોને ફેરફુદરડી ફેરવી : નકલી કોલ અને સાયબર શિકારીઓના સકંજાથી બચવા હંમેશા સાવધાન રહો
ગુજરાત સહિત દેશભરમાં સાયબર ફ્રોડના બનાવો દિન પ્રતિદિન વધી રહયા છે, ડીજીટલ એરેસ્ટના નામે લોકો છેતરપીંડીનો ભોગ બની રહયા છે, સાયબર શિકારીઓ દ્વારા લોકોની સાથે છેતરપીંડી કરવા અવનવા તરકટ રચીને શીશામાં ઉતારવા માટે વાકચાતુર્ય અને અન્ય રીતે ઝાળ બિછાવવામાં આવે છે. બીજી બાજુ પોલીસ દ્વારા પણ સાયબર અવેરનેશ અંગેના કાર્યક્રમો યોજી લોકોમાં જાગૃતી આવે એ માટેના પ્રયાસો કરાય છે અને સાયબર ગઠીયાઓથી સજાગ રહેવા જાણકારી આપવામાં આવે છે તાજેતરમાં જ અસંખ્ય સાયબર ફ્રોડના ગુનાઓ પોલીસે ઉકેલ્યા છે દરમ્યાનમાં જામનગરમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં નગરના એક વણિક યુવકને ટેલીકોમ ઇન્ડીયાના નામે કોઇ લેડીએ કોલ કરી અને વાતોમાં ફસાવી ડીજીટલ એરેસ્ટ કરવાનો અને પૈસા ખંખેરવાનો પ્રયાસ કર્યિે હતો, જામનગરના ચબરાક યુવાને સામેવાળી ઠગ ટોળકીનો મનસુબો પારખીને તેમની વાતો સાંભળી અને ફેરફુદેળી ફેરવતો રહયો હતો, આખરે ટોળકીને આમાથી કંઇ મળશે નહીં તેવું જાણીને ફોન કટ કરી નાખ્યો હતો.
આ અંગેની મળતી વિગત મુજબ જામનગર શહેરમાં રહેતા એક વણિક યુવકને ગઇકાલે બપોરના 4-15ના સુમારે એક સાદો કોલ આવ્યો હતો જેમાં ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડીયામાથી મુસ્કાન રાય બોલુ છું તેમ કહીને વાતચીતનો દોર આગળ વધાર્યો હતો, સામા છેડેથી યુવતિએ જામનગરના યુવકને તમારો મોબાઇલ નંબર બે કલાક પછી કાયમી માટે બંધ થઇ જશે કારણ પુછતા કહેલ કે તમારો જે બીજો નંબર છે એ નંબરમાં ફરીયાદ થઇ છે, ઇલીગલ એડવાઇઝીંગ એન્ડ હેરેસીંગ ટેકસ મેસેજીસ, દિલ્હી ખાતે ફરીયાદ થઇ છે.
આથી યુવકે એ નંબર મારો નથી તેમ કહેતા સામે છેડેથી આ નંબરના ડોકયુમેન્ટ તમારા છે આ નંબર ચાલુ છે અને 16 સપ્ટેમ્બર 2024ના આ નંબર એકટીવ થયેલ છે, દિલ્હીનું એડ્રેસ પણ તેણીએ આપ્યુ હતું જેમાં કનોદ પેલેસ રોડ ખાતેની ઓફીસે તમારા વિરુઘ્ધ ફરીયાદ થઇ છે માટે દિલ્હી આવવું પડશે તેમ કહયુ હતું. વણિક યુવકે દિલ્હી આવવાની ના પાડી હતી આથી સામા છેડેથી યુવતિએ સાયબર પોલીસમાં વાત કરવી પડશે હું તમને તેમનો નંબર આપુ છું તેમ કહયુ હતું.
એ પછી આપેલા નંબર પર યુવકે વાત કરતા અને યુવતિ સાથે જે વાત થઇ હતી એ વિગતો આ નંબર પર સામા છેડા પર વાત કરનારને જણાવી હતી જેણે સાયબર પોલીસમાંથી બોલુ છું તેમ કહયુ હતુ અને તમારી શું સહાયતા કરી શકું તેમ કહયુ હતું વિગતો કહેતા હવે તમારે અધિકારી સાથે વોટસએપ વિડીયોકોલથી વાત કરવી પડશે તેવો જવાબ આપ્યો હતો.
ઉપરાંત તમે કયાં છો, ઘોંઘાટ સેનો આવે છે એમ પુછીને મમાં જવાનું યુવાને કહેવામાં આવ્યુ હતું આથી નગરના યુવાન પોતાના મમાં જતા હવે મ લોક કરી દો મમાં તમે એકલા જ છોને એવી વાત કરી હતી અને છેલ્લે કહયુ હતું કે પાંચ મિનીટમાં તમને વિડીયો કોલ આવશે, દરમ્યાન વિડીયો કોલ વોટસએપ મારફતે યુવાનને આવ્યો હતો જેમાં દિલ્હી પોલીસના લોગા સાથેનું બેકગ્રાઉન્ડ અને પોલીસની વર્દી પહેરેલ એક શખ્સનુું દ્રશ્ય જોવા મળ્યુ હતું. જેણે નગરના યુવકને તમે મમાં બેઠા છો તેમ પુછતા યુવકે હા પાડી હતી.
આથી સામા છેડેથી પોલીસની વર્દી પહેરેલા શખ્સે મ બતાવાવનું કહયુ હતું એટલુ જ નહીં ચારેય દીશા, ખુણા બતાવવાનું પણ જણાવ્યુ હતું બારણું બંધ કર્યુ છે, એકલા છો તેમ પણ ફરીથી પુછયુ હતું યુવકે હા પાડતા સામા છેડેથી આ બાબતની વિડીયોકોલ મારફતે ખરાઇ કયર્િ બાદ યુવાનના નામની પણ ખરાઇ કરી હતી વ્યવસાય - આવક બાબતે પુછપરછ કરી હતી તેમજ શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય જગ્યાએ સેવીંગ કરો છો એવુ પણ પુછયુ હતું.
આથી નગરના યુવકે આવી ફરીયાદમાં આ બાબતોની શું જર છે તેમ કહેતા સામા છેડે રહેલા કથીત સાહેબ ગરમ થઇ ગયા હતા અને અમારે બીજા તથા ઘણા કેસ હોય અમે પુછીએ તેનો જવાબ આપો તેમ કડકાઇ વાપરી હતી, દરમ્યાન યુવક દ્વારા પોતાની નજીવી સેવીંગ અને આર્થીક વિગતો જણાવતા સામા છેડાના શખ્સે નજીવી રકમ જાણીને ગુસ્સે થઇ ફોન કટ કરી નાખ્યો હતો.
આમ જામનગરના વણિક યુવાન સાથે અડધી કલાકથી ઉપરની આ ઉપરોકત વાતચીત અને ડીજીટલ એરેસ્ટ કરવાના સાયબર શિકારીઓના મનસુબા પર નગરના યુવકે વાતોની ફેર ફુદરડી ફેરવીને સફળ થવા દીધા ન હતા, નાણા ખંખેરવા, છેતરપીંડી કરવા સાયબર ગઠીયાઓ નકલી કોલ અને નકલી હોદા ધારણ કરીને લોકોને ફસાવવા ઝાડ બીજાવતા હોય છે ઘણી વખત સામા છેડેથી કોલ કરનારની નિયત પારખી લેવામાં આવે તો ભોગ બનતા અટકી શકાય છે. સાયબર પોલીસ દ્વારા અવાર નવાર સાયબર ગઠીયાઓથી બચવા અને લોક જાગૃતી માટે કમર કસવામા આવી રહી છે માટે લોકોએ પણ ઓનલાઇન છેતરપીંડીનો ભોગ બનતા પુર્વે સતર્કતા રાખી જરી છે. આજના દોરમાં અવનવા પેતરા અજમાવીને લોકોની સાથે છેતરપીંડી કરવામાં આવે છે ત્યારે સાવધાની એ જ સુરક્ષા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅંકલેશ્વર પાસે પૂરપાટ ઝડપે જતી અર્ટિગા કાર ટ્રક પાછળ ઘૂસી, એક જ પરિવારના 3 લોકોના મોત
January 08, 2025 09:01 AMઇસરોના નવા ચીફ બન્યા ડો. વી. નારાયણન, જાણો તેમની સ્પેશિયાલીટી અને કેટલા મિશનમાં યોગદાન
January 08, 2025 08:43 AMગુજકેટ-2025ની પરીક્ષા 23 માર્ચે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી
January 07, 2025 11:02 PMઅમદાવાદના ફ્લાવર શો: વિશ્વનો સૌથી મોટો બુકે, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન
January 07, 2025 11:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech