જામનગરમાં યુવાન પર ક્રિકેટ રમવાના મામલે હુમલો

  • April 06, 2023 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્થાનિક પિતા પુત્ર સહિત ચાર શખ્સોએ લોખંડના પાઇપ- ધોકા વડે તુટી પડયા : વાહનમાં નુકસાન કર્યાની ફરિયાદ

જામનગરમાં ધરારનગર સાતનાલા વિસ્તારમાં રહેતા એક યુવાન પર  રમજાન મહિના અનુલક્ષીને રાત્રિના ક્રિકેટ રમવા અંગે સ્થાનિક વિસ્તારના એક શખ્સ અને તેના ત્રણ પુત્રોએ તકરાર કરી લોખંડ ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે ધરાર નગર -૧ માં સાત નાના પાસે રહેતો તોસીફ બસીર સોતા નામનો ૨૬ વર્ષનો ફકીર યુવાન તેના મિત્રો હાલ રમજાન મહિનો ચાલતો હોવાથી રાત્રિના સમયે ધરારનગર વિસ્તારમાં ક્રિકેટ રમતા હતા.
દરમિયાન ત્યાંજ રહેતા અનવરભાઈ કક્કલને પસંદ ન હોવાથી તેણે આવીને તકરાર કરી હતી અને અનવર કક્કલ તેમજ તેના ત્રણ પુત્ર સાહિલ, ભૂરો, અને એજાજ કે જેઓએ લોખંડના પાઇપ અને ધોકાવાડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી, તેમજ તેના એક્સેસ વાહન નં. જીજે૧૦ડીજે-૨૯૦૦માં પણ નુકસાની પહોંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી દીધી હતી, જે બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application